પંચમહાલના ગોધરામાં જાહેરસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના કોંગ્રેસ પર આકરા પ્રહારો
પંચમહાલ ગોધરા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, ગરિબ દુર કરવાના બહાને લાંબા સમય સુધી કોંગ્રેસે રાજકીય રોટલા શેકયા અને ગરિબોને લુટયા, વડાપ્રધાન 9 વર્ષ દરમિયાન સૌનો સાથ, સૌનો વિકાસ,સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ ના મંત્રને પરિપુર્ણ કરી દેશના દરેક વર્ગના લોકોના હિતમાં કામ કર્યુ છે. કેટલાક નેતા મોહબ્બત કી દુકાન નહી નફરતનો મેગા મોલ ચલાવી રહ્યા છે. 9 વર્ષ પહેલા મોબાઇલ વિદેશથી આવતા હતા પરંતુ મોદી સરકારમાં 97 ટકા મોબાઇલ ના પાર્ટ ભારત બનાવે છે, સ્ટીલના પાર્ટ બનાવવામાં ભારત બીજા નંબર પર છે. ભારતે જાપાનને પછાડી ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ત્રીજા નંબરનું માર્કેટ બન્યું છે.
આજે ગુજરાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું એક માત્ર ટ્રેડિશનલ મેડિસીનનું સેન્ટર બની રહ્યુ છે, એશિયાનું પહેલુ સોલર પ્લાન્ટ ગુજરાતમાં આવ્યું. વડાપ્રધાન મોદી સાહેબ દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે તો બીજી રાજકીય પાર્ટીઓ પરિવારના વિકાસ માટે કામ કરી રહી છે. તેઓએ ઉમેયું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારે દેશના ધાર્મિક સ્થળોનો વિકાસ કર્યો અને દેશની શરહદો સુરક્ષીત કરી છે. જાહેસભામાં કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ અને સાંસદ રતનસિંહ રાઠોડજી એ પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને વિશ્વના દેશો માન સન્માન આપી રહ્યા તે અંગે નડ્ડાજીએ જણાવતા કહ્યું કે, દેશના વડાપ્રધાન વિશ્વના દેશોમાં જઇ રહ્યા છે ત્યારે દુનિયાના દેશો જે રીતે સ્વાગત કરે છે તે આપ સૌએ જોયુ છે. પપુઆગીના વડાપ્રધાન આપણા દેશના વડાપ્રધાનના આશિર્વાદ લેતે સૌએ જોયા છે અને તેમણે કહ્યુ કે મોદી મારા ગુરૂ છે. ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને બોસ કહી સંબોધે.ન્યુઝીલેન્ડના વડાપ્રધાન મોદીને મળવા ઓસ્ટ્રલીયા આવે તે આપણા દેશનું ગૌરવ છે. એલન મસ્ક કહે છે કે હું મોદી સાહેબનો ફેન છું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદ દુનિયાના પહેલા વડાપ્રધાન છે કે જેમણે દુનિયાના મોટા ભાગના દેશોએ સન્માન આપ્યું છે. કેટલાક નેતા મોહબ્બત કી દુકાન નહી નફરતનો મેગા મોલ ચાલવી રહ્યા છે. આજે ગુજરાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું એક માત્ર ટ્રેડિશનલ મેડિસીનનું સેન્ટર બની રહ્યુ છે, એશિયાનું પહેલુ સોલર પ્લાન્ટ ગુજરાતમાં આવ્યું, ધોલેરપામાં મોટુ સોલર પ્લાન્ટ લાગ્યું છે. આજે ગુજરાત ગુડ ગવર્નન્સમાં નંબર એક પર,લોજિસ્ટિક પર્ફોર્મન્સ માં ગુજરાત પહેલુ, સ્વચ્છતામાં ગુજરાત બીજા ક્રમે, એકસ્પોર્ટમાં ગુજરાત પહેલુ,સ્ટેટની ફુડ સેફટીમાં ગુજરાત બીજા ક્રમે, પાવર સરપ્લસમાં ગુજરાત પહેલુ એમ દરેક ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યુ છે.