ઘરમાં રહેતી ગૃહિણી હોય કે પછી ઓફિસમાં કામ કરતી વર્કિંગ વુમન .. દરેક સ્ત્રીને રસોડાની જવાબદારી નિભાવવાની તો આવે જ છે. ત્યારે અહી કેટલીક રસોડાને લગતી ટિપ્સ વિશ વાત કરીશું જે ક્યાકને ક્યાક તમને ઉપયોમાં આવે એ ચોકકસ વાત છે.
શાકભાજીના પોષક તત્વો જાળવી રાખવા તેને સમરતા પહેલા જ ધોઈ લેવા જોઈએ તેમજ તેને જો બાફવાના હોય તો બને તેટલા ઓછા પાણીમાં બાફવા જોઈએ.
ખાધ્ય સામગ્રીને જજ દિવસો સીધું ફ્રીઝમાં ના અખવા જોઈએ. સરન કે તેનાથી તેની પૌષ્ટિકા પણ ઓછી થાય છે સાથે સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારું નથી.
બાફેલા શાકભાજીને તરતજ ઠંડા પાણીમાં નાખો અને નિતારી લો. તેનાથી શાકભાજીનો રંગ પણ એવોજ રહેશે અને કૂકિંગ પ્રોસેસ પણ પૂરી થયી જાય છે.
કોથમીર લંઘાઈ જાય તો એક ગ્લાસમાં ગરમ પાણી કરી કોથમરીની ડાંડલીથી તેમાં પલાળી ડો. કલાકમાં એ ફ્રેશ થયી જશે.
માગ અને ચણાને ફણગાવવા માટે તે 10 કલાક સુધી પાણીમાં પલાળીને રાખો, ત્યારબાદ તેને એક વાસણમાં કાઢી ઢાંકીને રાખો પછી જુઓ કમાલ.
કાંચની કોઈ વસ્તુ તૂટી જાય તો તેના નાના ટુકડાને બીના રૂ થી ભેગા કરો જેથી તે વાગી ના જાય.
બટેટાની ચિપ્સ બનાવતા સમયે તેના પાણીમાં ચપટીક ફટકડી ઉમેરવાથી ચિપ્સ એકદમ સફેદ રંગની બને છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com