હેર સ્ટાઈલ એ ફેશન પૂરતી જ સીમિત નથી રહી ત્યારે ઘરમાં હોય કે બહાર કે પછી ઓફિસ દરેક જગ્યાએ વાળને સરસ હેર સ્ટાઈલમાં ગૂંથીને રાખવા એ આજકાલનો ટ્રેન્ડ બન્યો છે તેવા સમયે કેશગૂંથનમા વેરાયટીની સાથે સરળતા લાવવી થોડી મુશ્કેલ છે પરંતુ હવે ચિંતા કરવાની જરૂરત એનથી, અહી તમારા માટે કેટલીક સરળ હેર સ્ટાઈલ છે જે તમે રોજના રૂટીનમાં વાળમાં ગૂંથી શકો છો એ પણ સમય વેળફયા વગર.
હાય પોનીટેલ…
પોનીટેલ એક એવી હેર સ્ટાઈલ છે જે સ્કૂલ, કોલેજ, ઓફિસ દરેક સ્થળને અનુકૂળ આવે છે. અને દરેક યુવતીની ફેવરિટ હેરસ્ટાઇલ પણ છે. પરંતુ તેમાં પણ વિવિધ રીતો છે જ્યારે ઊંચી પોનીટેલ લેવી હોય ત્યારે વાળને ઊંચા ઓળી તેમાં પોની લેવાની હોય છે અને વધુ સ્ટાઇલિશ લૂક માટે તે પોની માથી એક લાત લઈ રબારબેંડની ફરતે વીંટી શકો છો. આ ઉપરાંત જો વાળનો ગ્રોથ ઓછો હોય તો પોની લીધા બાદ વાળને ઊંધી તરફ કાંસકો ફેરવી ઓળો. ગ્રોથ વધુ દેખાશે.
કર્લી સાઇડ પોનીટેલ…
દરેક પ્રકારના વસ્ત્ર પરિધાન સાથે પોનીટેલ સુટ થાય છે. એ પછી વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ. તો પોણીટેલને થોડી ટ્વિસ્ટિંગ સ્ટાઇલમાં લઈએ..આ હેરસ્ટાઇલ માટે આખા વાળને કર્લ કરવાના આવે છે અને તેને એક તરફ લઈ તેની પોની ઓળવાની હોય છે.
ટાપસી ટેલ હેર સ્ટાઈલ…
આ હેરસ્ટાઇલ માટે તમારા વાળને મેચિંગ એવા રબર બેન્ડ દ્વારા સુંદર ટ્વિસ્ટ આપી સુંદર હેર સ્ટાઈલ વાળી શકો છો. જેના માટે તમારે પોનીટેલ લઈ તેને અને પોણીને અંદરની તરફ રબર માથી પાસ કરવાની આવે છે, આવી રીતે બે થી ત્રણ વાર પણ નીચે રબારબેંડ ભરાવી લઈ શકાય છે, જે ખુબ જ સરળ હોવાની સાથે સુંદર પણ લાગે છે.
બબલ પોનીટેલ…
બબલ પોનીટેલ વાળને રંગીન લૂક આપે છે. આ હેરસ્ટાઇલ બનાવવી ખુબ જ સરળ છે. તેના માટે ત્તમરે કેટલાક કલરફૂલ રબારની જરૂરત છે. તેમજ આ સ્ટાઈલ હાય અને લો પોની બંનેમાં શુટ થાય છે. પોની લઈ તેમાં થોડા થોડા અંતરે કલરફૂલ રબર ભરવાના હોય છે જે ખુબજ સુંદર લૂક આપે છે.
આ પ્રકારનો બન વાળીને તમે ખુબજ સ્માર્ટ લૂક મેળવી શકો છો જે કમફર્ટ પણ છે.
સિમ્પલ ટ્વિસ્ટેડ ટોપનોટ બન…
લો ફ્લેટ ટ્વિસ્ટેડ બન…તમે ટેલ વાળા વાળમાં કદાચ ચોટલા સિવાય કઈ નહીં વળતાં હો પરંતુ બન લેવાની આ સ્ટાઈલ તમે ટતેલ વાળા વાળમાં પણ વળી શકો છો.
આ ઉપરાંત બનની વાત કરીએ તો તેમાં બેળે બન જેને ક્રાઉન બન પણ કહેવાય છે જે માથાના ઉપરના ભાગમાં જ્યાં ક્રાઉન પહેરાવવાનો આવે છે ત્યાં વળવામાં આવે છે. હાફ પોણીની જેમ હાફ બન પણ લઈ શકાય છે. અને બે પોની જેમ લેવામાં આવે છે તેમ બે બન પણ સ્ટાઇલિશ લૂક આપે છે.
ડચ બ્રેડ…
આ હેરસ્ટાઇલ આજની ટ્રેંડીંગ છે જે ખૂબ લોકપ્રિય બની છે તેને લેવા માટે વાળને ઉપરના ભાગથી લઈ તેનો ચોટલો ગુથતા જાવ અને સેઈડના ખુલા વાળની લટો સાથે ગૂંથતા જાવ અને પછી છેલ્લે રબારબેંડ ભરવી લો અનેતાઈયર છે તમતી આ ટ્રેંડીંગ સ્ટાઈલ.