શું તમે પણ આ જગ્યાએ કોન્ડોમ સંતાડો છો…??? તો અહી જરૂર વાંચવું…

condom 2

રીલેશન

નવા લગ્ન થયા હોય કે પછી નવા નવા રિલેશનમા હોય ત્યારે પ્રેમીઓ ખુબજ શરમાળ વર્તન કરતાં હોય છે. એકબીજાથી ખૂબ નજીક હોવા છતાં એકબીજાથી શરમ પણ અનુભવતા હોય છે. પરંતુ જ્યાર એકબીજાના નિકટતા આવે છે ત્યારે સુરક્ષણ ભાગ રૂપે તેઓ શારીરિક સંબંધ સમયે કોન્ડોમનો ઉપયોગ કરતાં હોય છે જે તેમણે પ્રેગ્નેન્સીની સાથે સાથે ગુપ્ત રોગના સંક્રમણથી પણ બચાવે છે. તેવા સમયે કોન્ડોમનો ઉપયોગ કરવો ખુબજ સમજદારીભર્યું વર્તન છે પરંતુ મોશ્કેલી ત્યારે આવે છે જ્યારે તમે સ્ટોર કરેલા કોન્ડોમનો ઉપયોગ કરો છો જેના માટે એ ખુબજ જરૂરી છે એ સુરક્ષિત રહે અને સુરક્ષિત જગ્યાએ સ્ટોર થયેલા હોવા જોઈએ. જો એવું નથી તો કોન્ડોમ ખરાબ થાય છે ને તેવા કોન્ડોમનો ઉપયોગ કરવાથી નુકશાનીનો ભોગ બનવાનો વારો આવે છે.

તો આવો જાણીએ કઈ જગ્યાઓ કોન્ડોમ માટે સુરક્ષિત છે…?

tapman

અનેક દવાઓ એવી હોય છે જેની સૂચનામાં લખેલું હોય છે કે તેને ઠંડી અંધારા વળી જગ્યાએ રાખો, કોન્ડોમની રચના પણ કઈક એવી હોય છે જેના કારણે તેને પણ અંધારા વાળી અને ઠંડી જગ્યાએ સાચવવા જોઈએ. આ રીતે રાખવાથી કોન્ડોમને વધુ સૂર્ય પ્રકાશ નથી લાગતો અને તમારા રૂમમેટથી પણ તેને બચાવીને રાખી શકો છો.

ઘણી વાર એવું થાય છે કે ફ્રેંડ્સ સાથે આઉટીંગમાં ગયા હોઈએ ત્યારે એ અસમંજસમાં જ રહીએ છીએ કે કોન્ડોમને ક્યાં રાખવા..?? તે સમયે ગભરવા કરતાં જે બેકપેક સાથે લીધી હોય તેમાં તેને સુરક્ષિત રીતે રાખી શકો છો. જેનાથી તેની ગુણવત્તા પણ સચવાઈ રહે છે.

કબાટમાં કે ખાનામાં છૂટ્ટુ કોન્ડોમનું પેકેટ રખવા કરતાં તેને એક કપડાના પર્સમાં રાખવાથી તેની ગુણવત્તા જળવાઈ રહે છે. આ ઉપરાંત તેને તમે જૂના મોજામાં પણ સાચવીને રાખી શકો છો. જેનાથી બીજો લાભ એ પણ થાય છે કે જલ્દીથી કોઈની નજરમાં પણ નથી આવતું.

drower1

એરટાઇટ ડબ્બા સામાન્ય રીતે જેનો ઉપયોગ નાસ્તો સાચવવા અને દવાઓ સાચવવા માટે કરતાં હોઈએ છીએ. પરંતુ આ ઉપરાંત પણ તેનો એક સદુપયોગ થઈ શકે છે અને એ છે કોન્ડોમને સાચવવા માટેનો ઉપયોગ.

કોન્ડોમ ક્યાં ન રાખવા જોઈએ…???

મોટા ભાગના લોકો આ ભૂલ કરતાં હોય છે કે કોન્ડોમને તેના વોલેટમાં જ સાથે રાખે છે. પરંતુ સતત ઉપયોગમાં રહેતું અને ખૂલતું બંધ થતું વોલેટ કોન્ડોમની ક્વોલિટી ખરાબ કરે છે.

wallet2

અનેક લોકો કોન્ડોમને ગાડીમાં રાખતા હોય છે પરંતુ ગાડીમાં સતત કૂલિંગ હોવાથી અને જ્યારે બંધ હોય ત્યારે વધુ ગરમ રહેવાથી કોન્ડોમને નુકશાન થાય છે.

રેફ્રીજીરેટર એવું ઈલેક્ટ્રોનિક ઉપકરણ છે જે ખાદ્ય પદાર્થને અને દવાઓને લાંબા સમય સુધી ખરાબ નથી થવા દેતું. પરંતુ એ કૂલિંગ કોન્ડોમ માટે નુકશાન કારક હોવાથી તેને ફ્રીઝમાં ન રાખવા જોઈએ. એવું કરવાથી તેમાં નાના નાના ડેમેજ થાય છે અને તેના ઉપયોગથી પણ નુકશાન થાય છે.

કોન્ડોમ એવી વસ્તુ જે લોકો છુપાવીને રાખતા હોય છે તો સતત તેવી જગ્યાની ખોજમાં હોય છે કે જ્યાં કોઇની નજર ન પહોચે ત્યાં તેને રાખવા. જેના માટે અનેક વાર બારીની ઉપરના ભાગમાં પણ કોન્ડોમ રખાતા હોઈએ છીએ, તેવા સમયે વધુ પડતાં સૂર્ય પ્રકાસને કારણે કોન્ડોમ ખરાબ થાય છે. અને તેના તત્વો નાશ પામે છે.

ઉતાવળમાં અનેક વાર એવું બનતું હોય છેકે કોન્ડોમને પેન્ટના પાછળના ખિસ્સામાં રાખીએ છીએ અને તે ભૂલી જવાય છે. ત્યાર બાદ એ પેન્ટ મશીનમાં ધોવામાં જાય છે ત્યારે સાબુ સોડાના સંપર્કમાં આવે છે કોન્ડોમના પેકેટને અને પછી કોન્ડોમને નુકશાન પહોચાડે છે.

pant pocket

તો આ હતી કેટલીક એવી જગ્યાઓ જ્યાં તમારે કોન્ડોમ રાખવા જોઈએ અને ન પણ રાખવા જોઈએ, આશા છે તમને આ માહિતી પસંદ આવી હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.