પરિક્રમા દરમિયાન એક સાથે અલગ-અલગ પ્રાંત: રીત-રીવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિના દર્શન

કેટલીક સાધ્વીજી-ભગવંતો નેમિનાથ ભગવાનનું દેરાસર માંગલિક થયા બાદ બહાર રહેલા શાસન અધિષ્ઠાયીકા અંબીકા દેવીની દેરી પાસે આરાધના દરમિયાન દાદાના દરબારમાંથી સતત નૃત્યનો નાદ પોણો કલાક સંભળાયો હોવાની લોક વાયકા

આપણે ન જાણતા હોય એવી કેટલીક અજાણી વાતો.

ગિરનાર પર્વત  ગુજરાતનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં કુલ પાંચ ઉંચા શિખરો આવેલા છે.જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળીપરબ 1800 ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે.ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. લોકમાન્યતા મુજબ ગિરનારના કુલ 9,999 પગથિયા છે. આજના આર્ટિકલ માં આપણે ગિરનારની પરિક્રમા અને તેના મહત્વ વિશે વધુ જાણીશું.સૌ પ્રથમ આવતા ભવનાથ મંદિરમાં શિવની પુજા થાય છે. અહીં નાગા બાવાઓ શિવરાત્રી ઉજવવા આવે છે. 4,000 પગથિયા ઉપર પહોંચ્યા પછી પ્રથમ શિખરે પહોંચવા માટે 800 પગથિયા બાકી રહે છે, ત્યારે આવતા સપાટ વિસ્તારમાં જૈન મંદિર પરિસર છે.

12થી 16મી સદી વચ્ચે બંધાયેલા આ મંદિરોમાં એક જગ્યા એવી છે, જ્યાં 700 વર્ષના તપ પછી જૈન ધર્મના 22મા તીર્થંકર નેમીનાથ કાળધર્મ પામ્યા હતા. બીજા 2000 પગથિયા પછી અંબા માતાનું મંદિર આવે છે.હિન્દુઓ, જૈનો તેના દર્શને આવે છે અને નવપરિણિત દંપતિઓ આશીર્વાદ લેવા આવે છે.છેલ્લા 2000 પગથિયાં માં ડર લાગેછે, પરંતુ શિખર પરથી ભવ્ય દ્રશ્ય જોવા માટે મળે છે. પછી પથરીલો પ્રવાસ ચાલુ રહે છે, 100 પગથિયાં નીચે ઉતરીને 100 પગથિયાં ચડતાં બીજું શિખર આવે છે. છેલ્લે કાળકા માતાનું મંદિર આવે છે, જ્યાં અઘોરી બાવા તેમના શરીરે સ્મશાનની ભભૂતિ લગાવે છે.ગિરનારએ જ્વાળામુ્ખી દ્વારા બનેલો પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પવિત્ર ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજ(સિંહ) જગ પ્રસિધ્ધ છે.આવી આ ધરતી પર ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે. જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા  કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ 36 કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં  જુદાજુદા સ્થળોએથીલોકો આવે છે.

આ પરિક્રમા કારતક સુદ અગીયારસ ( દિવાળી) થી ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ છે, એની કોઈ પાક્કી માહિતી નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી.ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા ખૂબ પ્રચલીત છે.આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે ગિરનાર માં એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે.શહેરની તમામ સુખ સુવિધાથી , તમામ તણાવથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલની હરિયાળી વચ્ચે  વહેતા ઝરણાઓની સાથે , કલરવ કરતા પક્ષીઓ સાથે પ્રક્રુતિના ખોળામાં જીવનની ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં   સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે.તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે 36 કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.યાત્રાનાં છેલ્લા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા  યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે.

આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે.

15મી સદીના કવિ નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરતા હતા અને તેમના મોટા ભાગના પ્રભાતિયાં તેમણે અહીં રચ્યા હોવાનું મનાય છે. પાંચ શિખરો પર આવેલા મંદિરોને જોડતાં પથરીલા માર્ગ પર આગળ વધતાં હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના અસંખ્ય મંદિરો જોવા મળે છે.જૂનાગઢ શહેરથી 5 કી.મી. દુર ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે.બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રક્રુતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં.જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે.

ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે.

અહીં ખૂબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે.ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પુર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળીયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલુ છે.સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી કૃષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીનાં દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારનાં યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે.યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.