સુરેન્દ્રનગર: ઔદ્યોગીક નગરી થાનગઢમાં નવા બસ સ્ટેન્ડનું કામ ચાલી રહ્યુ છે, જુના બસ સ્ટેન્ડ પાસે મુસાફરો બસની રાહ જોતા ઉભા હોય છે પરંતુ કેટલીક બસો બસ સ્ટેન્ડને બદલે બારોબાર જતી રહેતી હોવાની ફરીયાદો ઉઠવા પામેલ છે.

ઔદ્યોગીકનગરી થાનગઢમાં અમુક બસ બસ સ્ટેન્ડ ખાતે આવતી નથી અને બારોબાર જતી રહે છે. થાન સીરામીક એસોસીએશનનાં પ્રમુખ સુરેશભાઈ સોમપુરા, શાંતિલાલ પટેલ, પ્રભુદાસભાઈ પ્રજાપતિ  જણાવ્યુ કે, વાંકાનેરથી ડાયરેક્ટ સુરેન્દ્રનગર બસ ચલાવવા માટે રજુઆતો કરવા છતા બસ સુવિધા મળી નથી આ બસ શરૂ થાય તો સુરેન્દ્રનગરથી થઈ થાનના લોકોને વાંકાનેર, મોરબી અને કચ્છ જવું હોય તો સીધી બસ મળે તેમ છે.

થાન બસ સ્ટેશનને બદલે બસ મ્યુનીસીપલ હાઈસ્કુલ પાસેથી સીધી નીકળી જાય છે લોકો બસ સ્ટેશનની અંદર રાહ જોઈને ઉભા હોય છે. જ્યાં બસ સ્ટેન્ડનું કામ ચાલી રહ્યુ છે. બસ બારોબાર નીકળી જતા મુસાફરોને ના છુટકે ખાનગી વાહનમાં પ્રવાસ કરવો પડે છે. બસ સ્ટેશનની અંદર કે હાઈસ્કુલ પાસે ટાઈમ ટેબલ પણ મુકવામાં આવ્યુ ન હોવાથી બસની લોકોને ખબર પડતી નથી ફરીયાદ કરવી હોય તો ચોટીલા ડેપોનો સંપર્ક કરવો પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.