ભારતે ૬૫ ટકા આયાતી તેલ ઉપર નિર્ભર રહેવું પડે છે, પરંતુ સ્થાનિક તેલ ઉત્પાદકોને પુરતા ભાવ ન મળતા હોવાની રજુઆત
આયાતી ખાદ્ય તેલ ઉપર પ્રતિબંધ મુકી ધરેલું ખાદ્ય બીજ ઉત્પાદનને બુસ્ટર ડોઝ આપવા સૌરાષ્ટ્ર ઓઇલ મીલ્સ એસોસિએશન દ્વારા રાજય સરકારનું ઘ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
વિવિધ પ્રતિનિધિઓ દ્વારા મગફળીના નિકાસને પ્રોત્સાહન આપવાની રજુઆત કર્યા છતાં યોગ્ય નિર્ણયો નહી લેવાતા ઉત્પાદકો નિરાશ છે કેન્દ્ર તેમજ રાજય સરકારના નિર્ણયો છતાં પ્રાદેશિક ખેડુતો તેમના મગફળીના પાક અંગે ન્યાય મેળવી શકયા નથી. પરંતુ ખાદ્ય તેલને આયાત કરવાની જરુર છે.
ડિમાન્ડ અને સપ્લાયની માંગ વચ્ચે બેલેન્સ થવું ખુબ જ જરુરી છે. પરંતુ આયાતી તેલ ઉપર કોઇ નિયંત્રણ ન હોવાથી ડોમેસ્ટીક ઓઇલ ક્ધસપ્શન ઉપર તેની માઠી અરસ પડે છે. અને માર્કેટ અને ખેડુતોની સાથે સાથે ઉઘોગોને પણ ભોગવવું પડે છે. મોટા પ્રમાણમાં ભારત તેલીની આયાત ઉપર નિર્ધારીત છે. આપણે ૬૫ ટકા તેલ વિદેશથી મંગાવવું પડે છે પરંતુ સ્થાનીક તેલને અને ખેડુતોને ન્યાય અને પુરતા ભાવ મળતા નથી.
વાર્ષિક તેલની જરુરીયાત ૨૩૦ લાખ ટનની છે જેની સામે ૧૦૦ થી ૧૧૦ લાખ ટન સુધીનું ઉત્૫ાદન ભારતમાં થાય છે. જયારે માત્ર ૧ર૦ લાખ ટન તેલ આયાત કરવાની જરુરીયાત સામે ૧૬૫ લાખ ટન તેલ મંગાવવામાં આવતા સ્થાનીક તેલ ઉત્પાદન પર તેની માઠી અસર પડે છે તેના ઉ૫ર પ્રતિબંધ ખુબ જ જરુરી છે.