હાલ નાફેડ દ્વારા મગફળીના વેચાણની પ્રક્રિયા ચાલુ છે. જેમાં સભ્યો આ પ્રક્રિયામાં સક્રિય છે અને અવિરત ખરીદી કરે છે. આ પ્રક્રિયા દરમિયાન અમુક વહિવટી અડચણો સંસ્થા દ્વારા દુર કરવામાં આવે તેવી રજુઆત સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશને કરી છે.
જે મુજબ હાલમાં ખરીદેલ મગફળીના ઈનવોઈસેસ સમયસર મળતા નથી. આપ એ હકિકતથી રીટર્ન ફાઈલ કરવામાં આપની સંસ્થા તરફથી બીલો કયારેક મોડા આવતા તકલીફ પડે છે. તો આગલા માસના તમામ બીલો મહિનાના પ્રથમ સપ્તાહમાં ખરીદનારને મળી જાય તે વિશે હાલમાં વેચાણ થયેલ મગફળીની ડીલવરી સેન્ટ્રલ ગર્વમેન્ટ એફીલીએટેડ સંસ્થાઓના ગોડાઉનમાંથી જ મળે છે તો રાજય સરકાર સંચાલિત ગુજકેટ અને એપીએમસી સાથે સંકળાયેલ ગોડાઉનોમાંથી પણ ડીલવરી શીઘ્ર ચાલુ થઈ જાય તે જરૂરી છે.
આ વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરવા ખરીદેલ મગફળીનું પેમેન્ટ થયા બાદ તુરંત જ મોડામાં મોડું બીજા દિવસે તેનો ડિલેવરી ઓર્ડર ખરીદનાર પાટીને મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા તથા ડિલીવરી ઓર્ડર સાથે જ સંબંધિત ગોડાઉનના સ્ટોર કીપર તેમજ સંસ્થાના સંલગ્ન અધિકારીની માહિતી નામ તેમજ ફોન નંબરની વિગતો મળી જાય તે અત્યંત મહત્વનું છે. નાફેડની ઓફિસના તેમજ અધિકૃત વ્યકિતઓના મોબાઈલ ફોન ઉપડતા નથી આના કારણે ઘણી જ વિસંગતતા અને તર્ક-વિતર્ક ઉદભવે છે. તેમજ કોઈક અતિ મહત્વની કામગીરીનો સમયસર અમલ થતો નથી. તેમજ વર્કલોડ પ્રમાણે સ્ટાફની પણ પરમેનટન્ટ અછત જણાય છે તો પરત્વે રસ દાખવી યોગ્ય કરવા જણાવાયું છે.