• સુરેન્દ્રનગર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ સતત ગરમાય રહ્યું હોય તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાં સતત ભંગાણ પડતા હોય તેવા પ્રકારની પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લામાં ઊભી થઈ છે ત્યારે પીઠ ગણાતા અને સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદ અને અનેક વખત ધારાસભ્ય રહી ગયેલા સોમાભાઈ પટેલે કોંગ્રેસના સભ્ય પ્રદેશથી હવે રાજીનામું આપી દીધું છે.

જો કે ઘણા વર્ષો પહેલા તેમને કોંગ્રેસ દ્વારા 16 મી માર્ચ 2020 ના રોજ તેમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પરંતુ વિધાનસભાની જે સમયે ચૂંટણી હતી ત્યારે સોમાભાઈ પટેલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે કોંગ્રેસના સમર્થનમાં સોમાભાઈ પટેલ પ્રચાર કામે લાગ્યા હતા અને તે સમયે થી પણ ફરી એક વખત તે કોંગ્રેસમાં સક્રિય થયા હોવાની વિગતો સામે આવી હતી પરંતુ ગઈકાલે સાંજના સમયે તેમના દ્વારા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું ભરી દીધું છે.

સોમાભાઈ પોતે કોંગ્રેસમાં દિગ્ગજ નેતા તરીકેની છાપ ધરાવતા હતા અને એક વખત સાંસદ રહી ગયા હતા. ધારાસભ્ય પણ તે રહી ગયા છે અને કોંગ્રેસ માટે છેલ્લા અનેક વર્ષોથી કામ કરતા આવ્યા છે ત્યારે હવે તેમના દ્વારા સભ્યો પરેથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ ફરી એક વખત ગરમાયુ  છે જો કે આ મુદ્દે હજુ સોમાભાઈ દ્વારા રાજીનામા સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે પોતે અંગત કારણથી રાજીનામું આપી રહ્યા છે સ્પષ્ટ કારણ હજી રાજીનામું આપવાનું બહાર આવ્યું નથી.

પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાની બજારમાં આ વિશે અનેક ચર્ચાઓ સેવાઈ રહી છે તાજેતરમાં યોજાયેલું કોળી સમાજનું સંમેલનમાં પણ તેમને હાજરી આપી હતી અને કોંગ્રેસ જો લોકસભાની ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ નો પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું પરંતુ આ મુદ્દે ઋત્વિકભાઈ મકવાણાને કોંગ્રેસે ટિકિટ આપી છે ત્યારે તળપદા કોળી સમાજના સંમેલનમાં પણ તેમને હાજરી આપી હતી અને તે સમયે એવું કહ્યું હતું કે જે તળપદા કોળી સમાજના નેતાને કોંગ્રેસ ટિકિટ આપશે તેના સમર્થનમાં સોમાભાઈ ઊભા રહે છે બીજી તરફ તેમના દ્વારા રાજીનામું આપી અને કોંગ્રેસને અલવિદા કહેવામાં આવી છે..

સોમાભાઈ પટેલના રાજીનામા વિશે કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશીને પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે 16 માર્ચ 2020 ના રોજ સોમાભાઈ પટેલને કોંગ્રેસ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ તે વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત સક્રિય થયા હતા અને જે તે સમયે વઢવાણ વિધાનસભાના ઉમેદવાર તરુણભાઈ ગઢવી સાથે પ્રચારમાં પણ જોડાયા હતા અને તેમનો પ્રચાર પણ કોંગ્રેસ તરફી કરવામાં આવ્યો હતો તે સમયથી સોમાભાઈ પટેલ કોંગ્રેસમાં એક્શનમાં હતા અને સક્રિય હતા પરંતુ અચાનક તેમને સભ્ય પદેતી રાજીનામું આપી દીધું હોવાનું કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી દ્વારા જણાવવામાં આવ્યું છે આજે સ્પષ્ટ કારણ રાજીનામું આપવાનું બહાર આવ્યું નથી અંગત કારણથી રાજીનામું આપવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ રાજીનામામા કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.