સૌરાષ્ટ્ર ઓઈલ મીલ્સ એસો. દ્વારા તાજેતરમાં સંસ્થાની રાહબારી હેઠળ ભવ્ય વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર ૨૦૧૮નું ચાર દિવસીય આયોજન કરવામાં આવેલ સૌરાષ્ટ્રની ખેત પેદાશો તથા તેને લગતા ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવાનો પ્રયાસ હતો. આ આયોજન દરમ્યાન લગભગ ૨૦૦૦૦ થી ૨૫૦૦૦ ખેડુતોએ હાજરી આપીને વિવિધ દેશોનાં ખેતી વિષયક તજજ્ઞોનો લાભ લીધેલ રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા આ આયોજનને ઘણો સહકાર મળેલ.
આ દરમ્યાન એક બાબત ખૂબ સ્પષ્ટપણે અનુભવાય કે આપણા સીંગતેલ વિષે જે ગેરવ્યાજબી આરોગ્યલક્ષી ભ્રમણાઓ છે તેને દૂર કરવાના અવિરત પ્રયત્નો કરવા આવશ્યક છે. મગફળી સૌરાષ્ટ્ર માટે કલ્પવૃક્ષ સમાન તેના યોગ્ય પ્રચાર અને પસાર માટે સંસ્થા કટીબધ્ધ છે.
તેના ફલસ્વરૂપ હાલના પ્રમુખ સમીરભાઈ શાહે, વિવિધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાનો જોડે મસલતો કરી વૈજ્ઞાનિક પ્રમાણોનું સંકલન કર્યું જેમાં એક બાબત સ્પષ્ટ છે કે સીંગતેલ એ દુનીયાનું સર્વષ્ઠ ખાધતેલ છે. સીંગદાણા પણ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબજ ઉતમ છે.
આ હકિકતોને લોકો સુધી પહોચાડવાની જરૂર છે. આ સંદર્ભે જો સરકારનો સહકાર મળે તો ‘પી-નટ’ પ્રમોશન કાઉન્સીલ’ની રચના કરીને સેમીનાર, વર્કશોપ, ડાયેટીશ્યન્સના વાર્તાલાપો વિગેરેથી યોગ્ય જાણકારી આપી શકાય. આ માટે મૌખિક રૂપે તથા પ્રપોઝલના સ્વરૂપ કાર્ય થઈ રહ્યું છે.
કેન્દ્રિય કૃષિમંત્રી રાધામોહન સિંઘ, પુરૂષોતમ રૂપાલા, રાજયના કૃષિમંત્રી આર.સી. ફળદુ વિગેરે આ માટે ખૂબ ઉત્સાહિત છે. આ કાર્યમાં ઈંઈઅછના કૃષિ વૈજ્ઞાનીક ડો. રાધાક્રિશ્નન ટી. (જૂનાગઢ) તથા ડો. પરખીયાનું માર્ગદર્શન મળી રહ્યું છે.