ડ્રગ્સનો કાળો કારોબાર, સ્મગલીંગ અને હવાલાકાંડ સહિતના કારસ્તાનમાં ઈકબાલ મીર્ચીની પત્ની તથા પુત્રોની સંડોવણી પણ સામે આવી

કોકેઈન જેવી ડ્રગ્સ અને ગોલ્ડનું સ્મગલીંગ દેશના યુવાધન તથા અર્થતંત્રને ખોખલુ કરી રહ્યું છે. આ કાળા કારસ્તાન પાછળ કોઈ સડકછાપ ગુંડા નહીં પરંતુ હાઈ પ્રોફાઈલ માસ્ટર માઈન્ડ જવાબદાર હોય છે.

જેઓ શામ, દામ, દંડ, ભેદથી કોઈપણ પ્રકારનું કામ કઢાવવા સક્ષમ રહે છે. આવા સંજોગોમાં ગોલ્ડ તેમજ ડ્રગ્સના સ્મગલીંગમાં માસ્ટર માઈન્ડનું મેનેજમેન્ટ પારખવું સુરક્ષા તંત્ર માટે કોયડો બની ગયું હોય તેવું ફલીત થઈ રહ્યું છે. તાજેતરમાં જ ભારતમાં સ્મગલીંગ અને ડ્રગ્સ ઘુસાડવાના કારસ્તાન પાછળ નામચીન ઈકબાલ મીર્ચીના બે પુત્રો આસીફ અને જુનેદ મેમણ જવાબદાર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ બન્ને દુબઈ અને યુકેમાં બેઠા-બેઠા ભારતમાં મોટાપાયે ડ્રગ્સ ઘુસાડવાનો કાળો કારોબાર કરી રહ્યાં છે. એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટ દ્વારા મની લોન્ડ્રીંગના કેસમાં પણ આ બન્ને ઉપર નિશાન સાધવામાં આવ્યું છે. છેલ્લા બે મહિનામાં દાણચોરી અને ડ્રગ્સ ઘુસાડવાના કારસ્તાન પાછળ જવાબદાર પેનલને શોધવાની પ્રક્રિયા સુરક્ષા વિભાગ દ્વારા આરંભાઈ હતી. જેમાં અનેક નામાંકીતના નામ ખુલ્યા છે.ઈકબાલ મીર્ચી આણી ટોળકી લંડનમાં ઈડન રાઈસ મીલમાંથી કોકેઈન, ગોલ્ડ અને કોપીયમ જેવી વસ્તુઓની દાણચોરી કરતા હોવાનું થોડા સમય પહેલા તપાસનીસ સંસઓને માલુમ પડયું હતું. આ ઉપરાંત અનેક પ્રોપર્ટીઓ યુકેમાં ખરીદવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું.

7537d2f3 11

આ તમામ પ્રોપર્ટીનું મેનેજમેન્ટ ઈકબાલ મીર્ચીની પત્ની હઝરા અને તેના બે પુત્રો કરી રહ્યાં છે. મુંબઈમાં ઈકબાલ મીર્ચીની ૨૨૫ કરોડથી વધુની સંપતિની વિગતો તાજેતરમાં જ સામે આવી હતી. આ કેસમાં દેવાન હાઉસીંગ ફાઈનાન્સ લીમીટેડના ચેરમેન સહિતના સામે પણ કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.

૧૦૦ પાનાની ચાર્જશીટ દાખલ

મની લોન્ડ્રીગના કેસમાં ઈકબાલ મીર્ચી સામે ૧૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ સાથે જ તપાસનીશ સંસ્થાઓ દ્વારા મુંબઈના સી.જી.હાઉસ ખાતે રૂા.૫૦૦ કરોડની પ્રોપર્ટી પણ ટાંચમાં લેવાઈ હોવાનું જાણવા મળે છે. આ પ્રોપર્ટીમાં પૂર્વ ઉડ્ડીયન મંત્રી પ્રફુલ પટેલનું નામ પણ સંકળાયેલ હોવાના આક્ષેપ થયા હતા. સી.જે.હાઉસના બે ફલોર ઈકબાલ મીર્ચીની પત્ની હઝરા મેમણના નામે હોવાનું સામે આવ્યું છે. મુંબઈમાં ઈકબાલ મીર્ચીની સંપતિ જપ્ત કરવાની  સાથે તેમજ તેની સાથે સંકળાયેલા શખ્સ ઉપર પણ તવાઈ ઉતરશે તેવું માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.