ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે ખંભાળિયા-ભાણવડ મતવિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઈ માડમને પ્રાથમિક ગ્રેડ પે ના પ્રશ્ન અંગે રજૂઆત કરતા ધારાસભ્યએ રાજ્યના શિક્ષણમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી આ પ્રશ્નનો તાકીદે ઉકેલ લાવવા માંગણી કરી છે.
રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોને તા. ૧-૧-ર૦ર૯ થી ઉચ્ચત્તર પગાર ધોરણ મળવાપાત્ર છે, તેવા તમામ પ્રાથમિક શિક્ષકોને પ્રતિમાસ અંદાજે રૂ. ૧૦ હજારનું આર્થિક નુક્સાન થઈ રહ્યું છે. આ તમામ શિક્ષકોને રૂ. ૪ર૦૦ નો ગ્રેડ પે મળે તેવી માંગણી છે.
આ ઉપરાંત મુખ્ય શિક્ષક શાળામાં શિક્ષક, ક્લાર્ક તેમજ પટ્ટાવાળાનું સંયુક્ત કાર્ય કરતા હોવાથી તેમના નિયમોમાં રૂ. ૪૪૦૦ ના ગ્રેડ પે નો ઉલ્લેખ છે. આ બાબતે પણ યોગ્ય નિર્ણય લેવા માંગણી કરવામાં આવી છે.