રાજકોટ ના જ્યૂબેલી ગાર્ડન ખાતે સમસ્ત કાઠિયાવાડ ગાડલીયા લુહારીયા સમાજ દ્વારા આયોજીત યુવા એકતા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું..આ લુહારીયા સમાજ ના યુવા સંમેલન માં રાજકોટ,મોરબી,બોટાદ, વિરપુર, જામનગર, કાલાવડ, પડધરી, જેવા ગામોમાંથી રાજકોટ જ્યૂબેલી ખાતે મળેલા યુવા એકતા સંમેલન માં ભાગ લીધો હતો..
જેમાં સમાજ ના પ્રાણ પ્રશ્નો જેવા કે આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ,રહેવા માટે ના પ્લોટ,જેવી સરકારી તમામ પ્રકારની સુવિધા થી વંચીત છે.જેના અનુસંધાને આજ રોજ મળેલી મીટિંગ માં સમાજ માંથી કુરિવાજો દૂર કરવા તેમજ આપણા સમાજ ના ગરીબ,અભણ,લોકોને જે બીજા લોકો લૂંટી ખાય છે તે બંધ થવું જોઈએ, સાથે સાથે હવેથી સમાજ ના તમામ કર્યો સમાજ ના યુવાનો થકી જ કરવામાં આવશે, કેમકે આજના ૨૧ મી સદી ના યુગ માં પણ લુહારીયા સમાજ તમામ સમાજ અને સુખ સગવડથી ઘણો પાછળ છે કારણ કે સતત રખડતા રહેવાના કારણે ભૌતિક સુવિધાઓ મળી શકે તેમ નથી.નથી કોઈ સરનામું કે નથી કોઈ આધાર, ઉપર આભ અને નીચે ધરતી જેવું જીવન જીવતા લુહારીયા સમાજ માટે સમાજ ના યુવાનો દ્વારા સમાજ ના ઉતધાન માટે ના કર્યો કરશે..
જેવી રીતે બીજા જઈ.જઝ સમાજ માટે એન્ટ્રોસિટી નું અથિયાર છે એવી રીતે જ લુહારીયા સમાજ માટે પણ આ કાયદો અમલ કરવામાં આવે તો લુહારીયા સમાજ ને પણ પોતાનું સ્વાભિમાન જળવાઈ રહે.
સાથે સાથે સમાજ ના ટ્રસ્ટ ના નેજા હેઠળ સરકાર નિવાસી સાળા માટે જલ્દીથી મંજૂરી આપવામાં આવે તો સમાજ ના બાળકો કે જેવો દેશ નું ભવિષ્ય છે એવા લુહારીયા સમાજ ના બાળકો નો પણ વિકાસ થાય તે પણ જરૂરી છે.સરકાર આ સમાજ માટે કયારે અમી દ્રષ્ટિ કરે તે જોવું રહ્યું…
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com