Solar energyઅને પવનનો ઉપયોગ કરીને પેટ્રોલ,ડીઝલ,કોલસાની બચત કરી વાતાવરણ અને પર્યાવરણને બચાવીએ
અબતક, રાજકોટ
હાલમાં દેશમાં અલગ અલગ પ્રકારે વીજળી ઉત્પાદન વધારવાનાં પ્રયાસો થઈ રહ્યાં છે. વીજળી ઉત્પાદન ક્ષેત્રે દેશને હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. હાલ દેશમાં લગભગ 54ટકા જેટલું ઉત્પાદન કોલ આધારિત થાય છે, 6.25ટકા ગેસ આધારિત તેમજ 1.75 ટકા ન્યૂક્લિયર આધારીત વીજળીનું ઉત્પાદન થાય છે. જેના હિસાબે હવા, પાણી અને વાતાવરણ બગડે છે અને તેથી માનવજીવન અને પશુ, પક્ષીઓને મોટું નુકસાન થાય છે. નવીનીકરણ ઉર્જા આધારિત હાઇડ્રો, વિન્ડ તેમજ સોલાર મળીને કુલ 37ટકા જેટલું ઉત્પાદન થાય છે. આ કારણે દુનિયામાં વધેલા પ્રદુષણથી ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ પેદા થઈ. આખી દુનિયાનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે. જેને વધવા ન દેવાના આશયથી દુનિયાનાં દેશોએ ક્લાઈમેટ ચેન્જ પ્રોગ્રામ બનાવ્યો જે અન્વયે કોલ આધારિત વીજળી મથકોને ધીરે ધીરે નામશેષ કરવાનું નક્કી કરવામાં આવ્યું. ભારત માટે આ પ્રોગ્રામ અન્વયે બે ચેલેન્જ આવી પડી.
ભારત વિકાસશીલ દેશમાં ગણાય જેથી વીજળીનું ઉત્પાદન વધારવાનું અને કોલ આધારિત વીજળી મથકો નામશેષ કરવાનાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવીનીકરણ ઉર્જાનાં વપરાશ માટે દુનિયામાં અગ્રણી કદમો ઉઠાવવા પ્રયાસ કર્યો છે. 2010 માં 175 ગીગાવોટ ના નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંકને 2015 માં 400 ગીગાવોટ કરવામાં આવ્યું. જેમાં સોલાર થર્મલ, સોલાર ફોટોવોલેટિક, અને વિન્ડ પાવર પ્રોજેકટને પ્રાધાન્ય અપાશે. દેશમાં અરુણાચલ અને કચ્છ વચ્ચે બે કલાકનો સૂર્યપ્રકાશનાં સમયનો ફર્ક છે. અરુણાચલમાં સૂર્યોદય થયાં પછી બે કલાક મોડો સૂર્યોદય થાય તેમ સૂર્યાસ્ત પણ બે કલાકનાં અંતરમાં થાય. એવીજ રીતે વિયેતનામથી આફ્રિકાનાં મોરોક્કો વચ્ચે 7 કલાકનાં સમયનો ફર્ક છે. આવા ભૌગોલિક ફર્કમાં દેશમાં સેન્ટ્રલ ગ્રીડ અને વૈશ્વિક ગ્રીડ સૌર ઊર્જા મોટો લાભ આપી શકે તેમ છે.
ઉદ્યોગોને પોતાના સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં જો થોડી છૂટછાટો આપી સેન્ટ્રલ ગ્રીડનો લાભ આપવામાં આવે તો સરકારનું વીજ ઉદ્યોગો પાછળનું રોકાણ ઘટે અને ઉદ્યોગોને સસ્તી વીજળી મળવાના કારણે ભારતીય ઉત્પાદનો ની ઉત્પાદન કોસ્ટ ઘટે જેથી ગ્લોબલ માર્કેટમાં આસાનીથી ટકી શકાય. એક ડિસ્કોમથી બીજી ડિસ્કોમ કે આંતરરાજ્ય નેશનલ ગ્રીડનાં ઉપયોગ માટે ઉદ્યોગોને ઘણી કાઠીનાઈ સાથે હેવી ચાર્જીસ ચૂકવવા પડે છે, જેનો ઉદ્યોગકારોને મોટો માર પડે છે. વિન્ડ અને સૌર ઊર્જા માટે સેન્ટ્રલ ગ્રીડનાં ઉપયોગને થોડી છૂટછાટો સાથે સરકાર વધુ સરળ બનાવે તે જરૂરી છે, જેથી સરકારી તિજોરી ઉપરનું ભારણ ઘટે અને ઉદ્યોગોનાં રોકાણને કારણે આંશિક વીજ સ્વતંત્રતા મળે તેમજ ઉદ્યોગોને વધું નફાકારક બનાવી વધું રોજગારી આપી શકાય. દેશનાં મોટા મોટા તળાવો ઉપર સોલાર પાર્ક સ્થાપીને ખેતી લાયક જમીનો બચાવી શકાય.
ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટો માં એલિવેટેડ 600 થી 700 બાઇફેસિયલ મોડ્યુલના ફરજીયાત વપરાશ સાથે ઓછી જમીન ઉપર પ્રોજેકટ થઈ શકે. સોલર પ્રોજેકટ તળે નાના ઔષધીય તેમજ ફૂલોના બગીચાબનાવી શકાય. સોલારમાં રોકાણ માટે સરકાર ઉદ્યોગોને પ્રથમ વર્ષે 40+20 ગણીને કુલ 60% લેખે ડેપ્રિસિયેશનનો લાભ આપે છે. બીજા વર્ષથી 40% લાભ મળે છે. સોલાર પ્રોજેકટ માટે બેન્કમાંથી 80% લોન પણ આસાનીથી મળી રહે છે. સોલારમાં કરેલ રોકાણ ઉદ્યોગોને 3 થી 4 વર્ષમાં જ સબસીડી કે સરકારી મદદ વગર વળતર આપી દે છે. સોલારમાં કરેલું રોકાણ દર વર્ષે વધું નફો રળી આપવાનો એક સ્ત્રોત બની જાય છે. તેવીજ રીતે ઘરેલું ઉપયોગમાં સોલાર પાવર પ્રોજેકટમાં કરેલું રોકાણ વીજળી ના બિલ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ આપે છે.
આવનાર સમયમાં વીજળીથી ચાલતાં સ્કુટર્સ, મોટરસાયકલ, કાર, ટ્રક, બસ વિગેરે આવવાનાં કારણે વીજળી ની ખપત વધી જશે. છેલ્લે 2019માં થયેલ સર્વે પ્રમાણે માથાદીઠ સરેરાશ વીજ વપરાશ લગભગ 1200 યુનિટ છે જે 2030 સુધીના સમયમાં 2000 યુનિટ થઈ શકે છે. સરકાર 2030 સુધીમાં નવીનીકરણ ઉર્જા પ્રોગ્રામ અન્વયે 400 ગીગાવોટ વીજ ઉત્પાદનનું લક્ષ્યાંક રાખે છે. હાલમાં દેશમાં આવતું વિદેશી રોકાણ અને સરકારના નવા ઉદ્યોગોની સ્થાપના માટે નવા રોકાણો માટે ઉત્સાહ જનક પગલાં,જુના ઉદ્યોગોનાં વિસ્તરણ, બુલેટ ટ્રેન, નવી ટ્રેનો ની લાઈનો, ઉત્તરપૂર્વ સુધી રેલવે લાઈન, ઉત્તરાખંડમાં નવી રેલવે લાઈન, એક્સપ્રેસવે ઉપર રેલવે ની જેમજ ટ્રકો અને બસો માટે ઇલેક્ટ્રિક લાઈન તેમજ જુના વાહનોનું ઇલેક્ટ્રિક રૂપાંતરણ વિગેરે જોતાં આવનાર 10 વર્ષમાં સરકારનું 400 ગીગાવોટનું લક્ષ્યાંક પણ ઓછું પડી શકે છે. વિન્ડ અને સૌર ઊર્જા તેનો સરળ અને ઉચિત ઉપાય છે. જેમાં સરકારે ગ્રીડ સિવાય રોકાણ કરવાનું રહેતું નથી.
સરકારે ઉદ્યોગો માટે થોડી નિયમો માં છૂટછાટો અપાવી અનિવાર્ય થશે. સૌર ઉર્જાના ક્ષેત્રમાં મોડ્યુલ અને ઇનવટર્રમાં દેશમાં ચીનની સરખામણીએ શંશોધન માં કે ઉત્પાદનમાં આપણે ઘણા પાછળ છીએ. આખા દેશની સોલાર મોડ્યુલ કંપનીઓના સંયુક્ત ઉત્પાદન કરતાં પણ વધું ઉત્પાદન ચીનની અમુક એક એક કંપનીઓ કરે છે. હાલ દેશમાં રિલાયન્સ અને અદાણીએ મોટા રોકાણો ની જાહેરાત કરી છે અને તે પ્રમાણે વિસ્તરણ અને રિલાયન્સ કંપનીએ દુનિયાની અમુક કંપનીઓ હસ્તગત કરી છે છતાંય દેશની સ્થિતિ એ છે કે આપણે સિલિકોન પ્રોસેસ કરીને સોલાર સેલ માટે ઈંગોટ કે વેફર્સ બનાવી નથી શકતાં જેના માટે ચીન, તાઇવાન જેવા દેશોને આધારિત રહેવું પડે છે. અદાણી અને રિલાયન્સ જેવી કંપનીઓએ દેશમાં સિલિકોન શુદ્ધિ પ્રોસેસ કરી તેમાંથી સોલાર સેલ આપવાનું પ્રયોજન કરવું જોઈએ. આમ કરવામાં કંપનીઓનાં સ્વહિત સાથે દેશહિત પણ જાળવી શકશે.
અબતક, રાજકોટજાહેરાત કરી છે અને તે પ્રમાણે વિસ્તરણ અને રિલાયન્સ કંપનીએ દુનિયાની અમુક કંપનીઓ હસ્તગત કરી છે છતાંય દેશની સ્થિતિ એ છે કે આપણે સિલિકોન પ્રોસેસ કરીને સોલાર સેલ માટે ઈંગોટ કે વેફર્સ બનાવી નથી શકતાં જેના માટે ચીન, તાઇવાન જેવા દેશોને આધારિત રહેવું પડે છે. અદાણી અને રિલાયન્સ જેવી કંપનીઓએ દેશમાં સિલિકોન શુદ્ધિ પ્રોસેસ કરી તેમાંથી સોલાર સેલ આપવાનું પ્રયોજન કરવું જોઈએ. આમ કરવામાં કંપનીઓનાં સ્વહિત સાથે દેશહિત પણ જાળવી શકશે.