આંતરિયાળ કે વીજનો અપૂરતો પુરવઠો ધરાવતા વિસ્તારોમાં નાનામાં નાની ટેકનોલોજી પણ ખુબજ મહત્વની બની જાય છે. નેપાળના અંતરિયાળ વિસ્તારોમાં સોલર સૂટકેસ સગર્ભાઓને જીવનદાન આપી રહી છે. પીળા રંગની આ સૂટકેસમાં ‘કૉમ્પેક્ટ સોલર ઇલેક્ટ્રિક સિસ્ટમ’ છે. જે વીજળી ન હોય ત્યારે મદદરૂપ થાય છે. આ ડિવાઇસ એક નાના પાવર સ્ટેશનની જેમ કામ કરે છે. તે એક નાની સૌર પેનલથી કનેક્ટેડ છે. આ પાવર સ્ટેશનમાં પ્રકાશ, ઉષ્મા અને બેટરી ચાર્જિંગ અને બેબી મોનિટરની સુવિધા છે.  આ સોલર સૂટકેસનો વિચાર કેલિફોર્નિયાના પ્રસૂતિવિજ્ઞાની-સ્ત્રીરોગ ચિકિત્સક અને ‘વી કેર સોલર’ના ડૉ. લૌરા સ્ટેચલને આવ્યો હતો. વર્ષ 2008માં નાઇજિરીયામાં તેમણે રાત્રે લાઇટ વિના ડિલિવરી થતાં જોઈ અને આવી પરિસ્થિતિમાં કેટલાંક બાળકોને મૃત્યુ પામતાં જોયાં હતાં

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.