આઈઓસી દર વર્ષે ૪૫૦૦૦ લીટર ડીઝલ બાળી રૂ.એક કરોડના ખર્ચે સૌથી ઉંચાઈ પર લેહમાં સૌરઉર્જા પ્લાન્ટ ઉભો કરશે
પૃથ્વી પરના સ્વર્ગ જમ્મુ-કાશ્મીરમાં લેહલદાખની બ્યુટી જોખમાય નહીં તે માટે હવે ત્યાં એલપીજીના વિતરણમાં સોલાર પાવરનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે રાજય સ્તરે સંચાલિત ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશને બીડુ ઝડપ્યું છે કે જે લેહલદાખમાં રાંધણ ગેસ ઉપલબ્ધ કરાવવા સૌર ઉર્જાનો ઉપયોગ કરશે અને કાર્બનના પ્રમાણને ઓછુ કરવા તરફ પહેલ કરશે.
વિસ્તારના આધારે દેશનો સૌથી મોટો જીલ્લો એવા લેહમાં આઈઓસી રૂપિયા એક કરોડના ખર્ચે ૧૦૦ કિલોવીટનો સોલાર પાવર પ્લાન્ટ ઉભો કરશે. ઉલ્લેખનીય છે કે, લેહ ૧૧,૫૦૦ ફુટની ઉંચાઈ પર આવેલું શહેર છે કે જે ગર્મીઓની સીઝનમાં એક પર્યટન આકર્ષણમાં બદલાય જાય છે પરંતુ આ નેશનલ પાવર ગ્રીડથી જોડાયેલ નથી. રાજય સ્તરની યુટીલીટી પાવર ગ્રીડ દ્વારા લેહથી લગભગ ૭૫ કિમી દુર અલચીમાં ૪૫ મેગાવોટનો જળવિદ્યુત પ્લાન્ટ સ્થપાયો છે પરંતુ અલચીથી લેહ સુધી વિદ્યુત પહોંચાડવાનું કામ મંદ છે. આ પ્લાન્ટને દર વર્ષે નિર્બાધ શકિતની આવશ્યકતા રહે છે જે પહોંચાડવાનું મુશ્કેલ છે.
આથી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન-આઈઓસી દર વર્ષે હવે આ પ્લાન્ટ માટે ૪૫૦૦૦ લીટર ડીઝલ વાપરશે અને કરોડોના ખર્ચ સૌર ઉર્જા માટેનો પ્લાન્ટ ઉભો કરશે. જેથી કરીને વાતાવરણમાંથી કાર્બનનું પ્રમાણ ઓછુ થાય અને હવા શુઘ્ધતા જાળવવામાં મદદરૂપ થાય. કંપનીએ આશા રાખી છે કે તે આ સોલાર પ્લાન્ટ પાછળનો ખર્ચ માત્ર ૧૮ માસમાં રીકવર કરી લેશે જણાવી દઈએ કે, આઈઓસીના અગાઉથી જ બે સોલાર પાવર પ્લાન્ટ ચાલુ છે. જેમાંથી એક ચોગલામસર અને એક લેહ-મનાલી રોડ ઉપર સ્થિત છે પરંતુ આ બંને પ્લાન્ટ લેહ કરતા નીચી ઉંચાઈએ છે. આમ સૌર ઉર્જા દ્વારા એલપીજી પહોંચાડવામાં આઈઓસી વિશ્ર્વમાં અવ્વલ નંબરે છે.