ઘર આંગણે સોલાર પ્લાન્ટનું ભવિષ્ય ધૂંધળુ: નિષ્ણાંતોની ભવિષ્યવાણી
સોલાર પ્લાન્ટનું ભાવિ ધુંધળુ જણાઈ રહ્યું છે.૨૦૧૮માં સોલાર પાવરનાં ભાવમાં ધરખમ ઘટાડો થશે સોલાર પાવરની કિંમત પ્રતિ યુનિટ રૂ.૩.૩૦ જેટલી નીચી ગઈ છે.
કોલસામાંથી પાવર જનરેટ કરતી કંપની એનટીપીસીની પડતર પ્રતિ યુનિટ રૂ.૧.૮૦ છે ફેબ્રુઆરીમાં પ્રતિયુનિટ ભાવ રૂ.૨.૯૭ હતા. જયારે એવરેજ રેટ રૂ.૩.૩૦ છે મધ્યપ્રદેશના રેવા ખાતે એનટીપીસીનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ છે. જાણકારોનાં અભિપ્રાય મુજબ ૨૦૧૮માં સોલાર પાવરનાં ભાવમાં હજુ ધરખમ ઘટાડો થશે અગર આમ જ રહ્યું તો સોલાર પ્લાન્ટનું ભવિષ્ય ધુંધળું જણાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જાપાન અને યૂરોપમાં સોલાર પેનલની માંગ ઘટી છે. અને યુ.એસ.માં રૂફટોપ સોલારની માર્કેટ ડાઉન થઈ ગઈ છે.નિષ્ણાંતો માને છે કે ગ્લોબલ માર્કેટની અસર પણ લોકલ માર્કેટ પર થઈ રહી છે.તેમા બે મત નથી બાકી ભારતમાં સોલાર પાવર પ્લાન્ટ સકસેસફૂલ છે.