-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
સૂર્ય ગ્રહણ આવી રહ્યું છે ત્યારે મહત્વની વ્યક્તિઓની સુરક્ષા મામલે પ્રશ્નો ખડા થઇ રહ્યા છે અને પ્રયાગરાજમાં એક પછી એક દિલધડક દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અને અત્રે લખ્યા મુજબ તેના પર વિવાદ પણ શરુ થઇ ચુક્યો છે વળી એક પછી એક લઠ્ઠાકાંડ પણ બહાર આવી રહ્યા છે આગજની અને અકસ્માતની શૃંખલા પણ શરુ થઇ જવા પામી છે આગામી દિવસોમાં ચાંડાલ યોગ અને બે ગ્રહણ હોવાથી ઘટનાક્રમમાં તેજી આવી છે.
બુધવારે અમાસ આવતી હોય બુધ અમાવાસ્યા બને છે અને ગુરુવારે ૨૦ એપ્રિલ પર અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં ખગ્રાસ સૂર્ય ગ્રહણ થઇ રહ્યું છે જે ભારતમાં દેખાવાનું નથી પરંતુ વિશ્વ પર તેની અસરો જોવા મળશે અને અત્યારે પણ અનેક ક્ષેત્રોમાં તેની અસર જોવા મળી રહી છે. સૂર્ય ગ્રહણ પર મેષ રાશિમાં ચાર ગ્રહોની યુતિ થશે, ઉચ્ચના સૂર્ય સાથે રાહુ બુધ અને ચંદ્ર યુતિમાં આવશે. રાશિ મુજબ આ ગ્રહણ વૃષભ રાશિ, મેષ રાશિ, કન્યા રાશિ અને વૃશ્ચિક રાશિ પર વિશેષ અસર કરતું જોવા મળશે. ગ્રહણ આવતું હોય પૂજા પાઠ દાન ધર્મ વધારવા જોઈએ અને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ તથા સત્કર્મ કરવાથી આ સમય શુભ પરિણામ આપનાર બને છે. રાશિ મુજબ આ ગ્રહણની અસર જોઈએ તો :
મેષ (અ,લ,ઈ) : ઘટનાક્રમ ઝડપથી આગળ વધે, કેટલીક બાબતમાં વધુ સ્પીડ કરશો તો હાનિ થશે ધીમે ચાલવા સલાહ છે અને મન સ્થિર રાખવા પ્રયત્ન કરવા જોઈએ.
વૃષભ (બ,વ,ઉ) : આકસ્મિત નુકસાન ના થાય તે જોવું ખર્ચની માત્ર વધે, કારણ વિના માથાકૂટ થાય હોસ્પિટલ કે અન્ય બાબતમાં દોડધામ રહે.
મિથુન (ક,છ,ઘ) : લાભની આશા ઠગારી નીવડે, સમય શાંતિ થી પસાર કરવો પડે એકંદરે ગ્રહણ ની ખરાબ અસરમાં થી બચી શકશો.
કર્ક (ડ,હ) : આધ્યત્મિક ચિંતન કરશો તો આનંદ પ્રાપ્ત થશે, કારકિર્દી બનાવવામાં સમય લાગે આ સમયમાં ઉતાવળથી નિર્ણય ના કરવા ખાસ કરી ને જોબ મુકવાના વિચાર માંડી વાળવા.
સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય, વધુ નુકસાન અટકાવી શકશો પણ પ્રગતિના દરવાજા ખૂલવામાં સમય લાગશે, સમજી ને ચાલવું.
કન્યા (પ,ઠ,ણ) : આઠમેથી પસાર થતું ગ્રહણ જીવનમાં ઘણા પરિવર્તન આપનાર બને છે, ઠોકર ખાઈને રસ્તા પર આવવા જેવી ઘટના બનતી જોવા મળે,વીલ વરસ કોર્ટ કચેરીમાં કસોટી થાય.
તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સંભાળી ને ચાલવું પડે, જાહેરજીવનમાં બોલવા માં ખાસ કાળજી લેવી પડે, મતભેદ નિવારવા સલાહ છે.
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી પડે, ખાન પાનમાં ધ્યાન રાખવું પડે, પરેજી રાખવી, વાતાવરણને અનુકૂળ થઇ રહેવા પ્રયત્ન કરવો પડે.મધ્યમ સમય રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, પ્રણયમાર્ગે ગેરસમજ ના સર્જાય એ જોવું,અન્ય વ્યક્તિને કારણે સબંધો બગડતા જોવા મળે.
મકર (ખ,જ) : મુસાફરી માં તકલીફ પડતી જોવા મળે, જમીન મકાન વાહન સુખ મધ્યમ રહે, માતાની તબિયતની કાળજી લેવી પડે, મધ્યમ સમય.
કુંભ (ગ,સ,શ ) : નવા સાહસ માં આગળ ના વધતા આ સમયમાં રૂટિન કામકાજ માં ધ્યાન દેવું, ભાઈ ભાંડુ માટે ચિંતા રહે, તમારી પ્રતિભા વિકસાવવા પ્રયત્ન કરવો પડે.
મીન (દ,ચ,ઝ,થ): ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને,સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન .
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨