રાજસ્થાન, હરિયાણા તેમજ ઉત્તરાખંડમાં એક મિનિટ માટે સૂર્ય ગ્રહણ દેખાશે
ગ્રહણએ ખગોળીયા ધટના છે. ત્યારે ભારતની ગ્રહણ સાથે ધાર્મિક લાગણીઓ પણ જોડાયેલી છે. ગ્રહણો વિશે વાત કરવામાં આવે તો સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ એમ બે રીતે ગ્રહણો થતા હોય છે. આ વર્ષનું સૂર્ય ગ્રહણ ર૧ જુને થનાર છે. જે ભારતના અનેક ભાગોમાં તેમજ વિશ્ર્વના ઘણા દેશોમાં દેખાશે તેવું ખગોળ વિજ્ઞાનીઓએ જણાવ્યું છે સૂર્ય ગ્રહણ દરમ્યાન રીંગ એક ફાયરનું સુંદર દ્રશ્ય પણ સર્જાશે.
ભારતના કેટલાક ભાગમાં તેમજ વિશ્ર્વના કેટલાક દેશોમાં ર૧ જુનના રોજ થનાર સૂર્યગ્રહણ દેખાશે, આ વર્ષનું પ્રથમ ગ્રહણ હશે. સૂર્ય ગ્રહણ દેખાવાની શઆત રાજસ્થાનના ધરસાણાથી થશે જે સવારના ૧૦.૨૨ મીનીટે દેખાશે સંંપૂર્ણ ગ્રહણ થશે ત્યારે રીંગ ઓફ ફાયરનો સુંદર નજારો પણ જોવા મળશે.
ભારતની અંદર ૧ મીનીટ જેટલા સમય માટે સૂર્યગ્રહણ દેખાશે તેવું ખગોળ શાસ્ત્રીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. વર્ષ દરમિયાન ૧ વખત સૂર્ય ગ્રહણ થતું હોય છે. પરંતુ તેમની સ્થીતીને કારણે વિશ્ર્વના અલગ અલગ દેશોમાં દેખાતું હોય છે.ઘણી વખત દેશના અંદરના ભાગોમાં પણ દેખાવાના સમયમાં ફરેફાર થતો હોય છે.
એક મીનીટ માટે ભારતમાં દેખાનાર રીંગ ઓફ ફાયર રાજસ્થાનના સુરતગઢ અને સુનપગઢમાં દેખાશે ત્યારે હરિયાણાના સિરસા, રતીયા અને કુક્ષેત્રમાં પણ રીંગ ઓફ ફાયર દેખાશે દેશના દેહરાદુન, ચંબા, ચમોલી અને જોષીમઢમાં પણ એક મીનીટ માટે સૂર્ય ગ્રહણ દેખાશે સાથે સાથે આફ્રિકાના કોન્ગોમાં સૌ પ્રથમ વખત સૂર્યગ્રહણ દેખાશે ત્યારબાદ ધીમે ધીમે સાઉથ સુદાન, ઇથોળીયા, યીમેન, ઓમાન, સાઉદી અરબીયા, ભારતીય સમૃઘ્ધ તેમજ પાકિસ્તાન, ભારત બાદ તીબેટ, ચાઇના, તાઇવાન અને તૂર્કી થતાં પહેલા પેસીફીક દરિયાઇ સપાટી પર પણ સૂર્યગ્રહણ દેખાશે.
સૂર્ય ગ્રહણ દરમિયાન અવાર નવાર બનતી રીંગ ઓફ ફાયર બનતું હોય છે. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે. એ પૃથ્વીઅને સૂર્ય વચ્ચે આવેલો ચંદ્ર પણ એક જ લાઇનમાં આવે ત્યારે સૂર્ય ગ્રહણ થતું હોય છે. ચંદ્ર સઁપૂર્ણ સૂર્ય ને ઢળી શકતું નથી. પૃથ્વી પરથી કાળા ધાબા ફરતે આગની ગોળ લાઇન જ દેખાય છે જેને ખગોળીયા ભાષામાં રીંગ ઓફ ફાયર કહેવાય છે. એ તે નજારો આહલાદક નજારો બનતો હોય છે. સૂર્યગ્રહણ વર્ષ ૨૦૨૦ પ્રથમ સૂર્ય ગ્રહણ ર૧ જુને થનાર છે જે ભારતના આંશીક સ્થાનો પર દેખાશે. ગત વર્ષની ર૬ ડીસેમ્બરના રોજ સૂર્ય ગ્રહણ દેખાયેલું છે જે ભારતના ઘણા સ્થળો પરથી જોઇ શકાયું હતું.