Table of Contents

વીજબીલને અંકુશમાં રાખવા માટે સોલાર એક માત્ર વિકલ્પ: મોટાભાગના લોકો ભારેખમ વીજબીલથી ત્રસ્ત થઇને સોલાર પેનલ તરફ વળ્યા

ટેકનોલોજીનો ઉપયોગ દિવસેને દિવસે વધતો રહ્યો છે. છેલ્લા ર૦ વર્ષથી સોલાર વોટર હીટર જેવી સુવિધાનો દરેક વ્યકિતએ લાભ લીધેલ છે. ત્યારે સરકાર દ્વારા લોકો ગ્રીન એનર્જી તરફ વળે તે માટે રુકટોપ સોલાર સીસ્ટમની સુવિધા આપવામાં આવી છે. જે રેસીડેન્ટ તથા ઇન્ડસ્ટ્રીસ માટે ખુબ જ ઉપયોગી સાબીત થઇ છે.

દિવસેન. દિવસે લોકો સોલાર એનર્જી સીસ્ટમ તરફ વળી રહ્યા છે. જેમાં લોકોને ફાયદો થતો રહ્યો છે. સરકાર દ્વારા પણ તેમાં લોકો ને રાહત મળે તે માટે સબસીડી પણ આપવામાં આવે છે.

સોલાર પ્લાન્ટ નાખવાની પ્રક્રિયા ખુબ જ સરળ બને તેના માટે સરકાર દ્વારા ઘણા પગલા લેવામાં પણ આવ્યા છે સોલાર પ્લાન્ટને નાખવા કોઇપણ વ્યકિત અરજી કરે તો તે સહેલાઇથી ઇન્સ્ટોલ કરી શકે  તે માટે જરૂરી ડોકયુમેન્ટ લાઇટ બીલ, વેરાબીલ, ફોટાથી સરળતાથી અરજી કરી શકે છે. ઘણા લોકો લાઇટ બીલમાં બચત કરવા માટે નવા નવા ઉપાયો વિચારતા હતા પણ સોલાર પ્લાન્ટ આવ્યા પછી બધુ સરળ થ ગયું છે. સોલાર પ્લાન્ટ એક વોલ્ટ થી લઇને ૧૦ વોલ્ટ સુધી ઘર વપરાશમાં ફીટ થાય છે. જેમાં ૧ થી ૩ વોલ્ટ સુધીની સીસ્ટમમાં સરકાર દ્વારા ૪૦ ટકા જેટલી સબસીડી આપવામાં આવે છે અને તે પણ સીધી મૂળ રકમ માંથી જ બાદ કરવામાં આવે છે જેથી ગ્રાહકને પુરા પૈસા ચૂકવીને પાછા મેળવવાની  પરિસ્થિતિ સર્જાતી નથી. આ સિવાય દર વર્ષે ઉત્પન્ન થયેલા યુનિટ જો વપરાશ યુનિટ કરતા વધારે હોય તો વધેલા યુનિટને સરકાર દ્વારા ખરીદવામાં પણ આવે છે. અને નાણાકીય વર્ષના અંતે વળતર રૂપે ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવે છે. સોલાર પ્લાન્ટમાં કોઇ અકસ્માત દરમિયાન નુકશાનથાય અને ગ્રાહક ને ખર્ચ ન આવે તે માટે વીમા યોજના પણ બહાર પાડવામાં આવી છે. સમગ્ર વિશ્ર્વમાં આજે ગુજરાત પહેલા નંબર ઉપર આવે છે આખા વર્ષ દરમિયાન સૌથી વધારે ગુજરાતમાં મેગા વોલ્ટનો લાભ ગ્રાહકોએ લીધો છે. જે ખુબ ગર્વની વાત છે.

૩૨૧ દિવસ સૂર્યની હાજરીથી લોકોને સોલાર સિસ્ટમથી અનેરો ફાયદો: ઉમંગ ગોહેલ (ઉમંગ સોલાર)

vlcsnap 2020 09 04 11h24m31s956

ઉમંગ સોલારના માલીક ઉમંગ ગોહેલએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સોલાર એનજીથી લાઇટ બીલમાં રાહત ખુબ મળે છે. નાસાના કહેવા મુજબ આપણા ભારત દેશમાં ૩૬૫ દિવસમાંથી ૩૨૧ દિવસ સૂર્યની હાજરી હોય છે. જેથી સોલાર પ્લાન્ટ નાખવાથી ખુબ જ ફાયદો મળે છે. લોકડાઉન પહેલા જયારે ટેન્ડર બહાર પાડેલું ત્યારે પીજીવીસીએલમાં ૪૭૦ જેટલા એમ પેનલ હતા  ત્યારે જુના કસ્ટમરોનું કામ ચાલુ છે.

જયારે નવા ટેન્ડર હજી બહાર નથી પડયા પીજીવીસીએલ દ્વારા તેમા સબસીડી આપવામાં આવે છે. સોલાર સીસ્ટમના બે પ્રકાર આવે છે ઓન ગ્રીડ સીસ્ટમ જેમાં બેટરીનો સમાવેશ નથી થતો અને બીજી ઓફ ગ્રીડ સીસ્ટમ જેમાં બેટરીનો સમાવેશ નથી થતો અને બીજી ઓફ ગ્રીડ સીસ્ટમ જેમાં બેટરી બેકઅપ આવે જેને જરૂરીયાત પ્રમાણે લગાવી શકાય, જયારે કોઇ કસ્ટમર સોલાર નખાવવા માટે આવે ત્યારે સર્વે થાય કે દક્ષિણ ભાગમાં કસ્ટમરના ઘર ઉપર જગ્યા છે કે નહીં

આમ તો દરેક ઘરમાં વપરાશના આધારે ત્રણ કિલો વોલ્ટ નો પ્લાન્ટ હોય જ છે પણ આધાર તો મકાન અને લાઇટનો વપરાશ કેટલો છે તેના પર રાખે છે. સામાન્ય રીતે ત્રણ કિલો વોલ્ટની સોલાર સીસ્ટમ નખાવી શકાય, રેસીડેન્ટ અને ઇન્ડસ્ટ્રીસની સીસ્ટમ જુદી આવે છે. છેલ્લા ત્રણ કિલો વોલ્ટની સીસ્ટમમાં ગર્વમેન્ટ દ્વારા ૪૦ ટકા સબસીડી આપવામાં આવતી ૬૦૦ મેગાવોલ્ટની સીસ્ટમ માટે પણ જેડા અને પીજીવીસીએલએ સબસીડી આપવાનું નકકી કરેલ છે.

સામાન્ય રીતે એક વોલ્ટની સીસ્ટમ દરરોજ ચાર યુનિટ જનરેટ કરે છે. પીજીવીસીએલમાંથી જે રીબેક મળે છે તે બાય ડારેકશનલ મીટર દ્વારા મળે છે. જેમાં સોલાર દ્વારા યુનિટ જનરેટ કરેલ હોય તે બતાવે અને તેમાંથી રીબેક મળે સોલાર જી એક ઇન્વર્ટર હોય જેમાં એક સીસ્ટમ આવેલ છે. જયારે લાઇટ જાય ત્યારે પાવર નથી મળતો પણ તે દરમિયાન જે ઇલેકટ્રીસીટી જનરેટ થઇ હોય તે બાય ડારેકશનલ મીટરની અંદર જમા થઇ જાય છે.

સોલારમાં રપ વર્ષની વોરંટી આપવામાં આવે છે અને પાંચ વર્ષની ઇન્વર્ટરની વોરંટી આપવામાં આવે છે અને સબસીડીની અંદર પાંચ વર્ષની એમ પેનલના સર્વીસની વોરંટી આપવામાં આવે છે.

લાઇટ બીલમાં બચત થતી હોવાથી લોકો સોલાર સિસ્ટમ તરફ ઝડપથી વળી રહ્યા છે: કમલકભાઇ ત્રિવેદી (સન રે સોલાર)

vlcsnap 2020 09 04 11h24m07s101

સન રે સોલાર સેલ્સના માલીક કમલભાઇ ત્રિવેદીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા વીસ વર્ષથી વોટર હીટર પ્રચલીત હતું જેમાં ગર્વમેન્ટ પણ સબસીડી આપતી જે ૨૦૧૩ પછી આપવાનું બંધ કરી દીધું હતું.

અને અત્યારે ખુબ જ સારી યોજના આવી જેને રુફટોપ સોલાર કહેવામાં આવે છે. સામાન્ય રીતે ઘરના લાઇટ બીલના આધારે અગાશી ઉપર સ્વતંત્ર રીતે મૂકાવી શકાય જે સંપૂર્ણ રીતે ગર્વમેન્ટની સબસીડી મારફતે જ નખાવી શકાય સબસીડી વગર કામ થતું જ નથી લાઇટબીલમાં ખુબ બચત થતી હોવાને લીધે લોકો વધારે સોલાર સીસ્ટમ તરફ વળી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત સરકાર સબસીડી ડીકલેર કરે છે. જેમાં ત્રણ કિલો વોલ્ટ સુધીની સીસ્ટમ નખાવે તો ૪૦ ટકા જેટલી સબસીડી મળે અને જો ત્રણ કિલો વોલ્ટ ઉપરની સીસ્ટમ હોય તો તેમાં ર૦ ટકા જેટલી સબસીડી મળે આ સબસીડી રુકટોપ સીસ્ટમ નાખતી કંપની ગ્રાહકને સીધી બાદ કરીને જ આપે છે.

જેના નામનું લાઇટબીલ આવતું હોય તેનું આધાર કાર્ડ, પાનકાર્ડ અને કોર્પોરેશનનું વેરાબીલ અને બે ફોટા સાથે સોલાર સીસ્ટમ નાખવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. ડોકયુમેન્ટને ગર્વમેન્ટની વેબસાઇટમાં અપલોડ કરવામાં આવે છે તે પછી ગર્વમેન્ટ તરફથી ક્ધર્ફમેશન મળે છે દોઢ મહીના પછી ઇન્સ્ટોલેશન માટે જુના મીટર બદલીને નવું બાય ડીરેકશનલ મીટર નાખવામાં આવે છે જેમાં સૂર્યથી કેટલા યુનિટ જનરેટ થયા અને પીજીવીસીએલના કેટલા યુનિટનો વપરાશ થયો છે તે બન્ને નો ડીફરન્સ પ્રમાણે બીલ આવે છે. ત્રણ મહિના જેટલો સમય આ ગાળામાં જ લાગી જાય છે. જો તડકો વ્યવસ્થીત હોય તો ૧ કિલો વોલ્ટએ દરરોજ ચારથી સાડાચાર યુનિટ જનરેટ થાય છે. આપણા ભારત દેશમાં ૩૬૫ દિવસમાંથી ઓછામાં ઓછા ૩૦૦ દિવસ તો તડકો આવે જ છે. જો કોઇ વ્યકિતને મહીનાના ૬૦૦ યુનિટનો વપરાશ હોય તો તે પ કિલો વોલ્ટની સીસ્ટમ નખાવે તો મહીનાના અંતે તેને કોઇપણ જાતનું બીલ ચૂકવવામાં આવતું નથી. લાઇટ જાય ત્યારે સોલાર સીસ્ટમ કામ ન કરી શકે કારણ કે પીજીવીસીએલમાંથી જ લાઇટનો કટ ઓફ આવ્યો હોય ત્યારે તેના માણસો વાયર સાથે કામ કરતા હોય તે દરમિયાન જો સોલાર પાવર ગ્રીડમાં જાય તો શોર્ટ સર્કીટ થવાના ચાન્સ વધી જાય.

આખી સીસ્ટમ ગર્વમેન્ટની સબસીડી હસ્તક હોય છે જેથી ગર્વમેનટના નિયમો મુજબની વસ્તુઓ વાપરવાની હોય છે ઇન્વર્ટરની એક વર્ષની વોરંટી હોય છે સોલાર પ્લેટની લાઇફ રપ વર્ષની હોય છે પરંતુ તેની વોરંટી પ વર્ષની હોય છે. જો રુફટોપ સોલાર કોઇ વ્યકિત નખાવે તો તેમને સોલાર સીસ્ટમનું ખુબ ઘ્યાન રાખવું જોઇએ ધુળ કે સવારે ભેજ આવે પેનલ ઉપર તો તેને સાફ કરવું જોઇએ. જેથી સારુ જનરેશન મળે.

૮૦ ટકા લોકોને ત્રણ કિલો વોટ સિસ્ટમની જરૂર પડે છે: ગોપાલ શીંગાળા (ગ્રીન એરા એનરટેક)

vlcsnap 2020 09 04 11h23m47s953

ગ્રીન એરા એનરટેક ના માલીક ગોપાલભાઇ શીંગાળાએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સોલાર સીસ્ટમના ત્રણ પ્રકાર થઇ શકે ઓનગ્રીડ, ઓફ ગ્રીડ અને ત્રીજી બન્ને ગ્રીડને મીકસ કરીને હાઇબ્રીડ કહી શકાય.

લોકોના ઘરમાં સામાન્ય રીતે ઓન ગ્રીડ સીસ્ટમ નાખવામાં આવે છે જે પાવર જીઇબીમાંથી લે તેમજ લાઇનમાં પાવર પાછો જતો રહે છે. જયારે કોઇ નવા કનેકશન માટે આવે તો સૌ પ્રથમ તેનું લાઇટ બીલ જોવામાં આવે  જેથી ખબર પડે કે તેમનો વપરાશ કેટલો છે. તે ઉપરથી નકકી થાય કે કેટલા વોલ્ટની સીસ્ટમ નાખવાની જરૂર છે તે પછી સરકારની ગાઇડ લાઇન મુજબ આધાર કાર્ડ, લાઇટ બીલ, વેરા બીલ અને પાસપોર્ટ ફોટા લઇને રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. સરકારે ગયા પ્રોજેકટમાં ૧૨૦ દિવસનો  સમય નકકી કરેલ અને હવેની ગાઇનલાઇન મુજબ ૬૦ દિવસમાં ફીટીંગ કરવાનું રહે છે.

સરકાર દ્વારા રેસીડેન્ટ માટે ૧ કિલો વોલ્ટથી લઇને ૧૦ કિલો વોલ્ટની સીસ્ટમની મંજુરી આપવામાં આવી છે જેમાંથી ૮૦ ટકા લોકોને ત્રણ કિલો વોલ્ટની જરૂરીયાત પડતી હોય છે. સામાન્ય રીતે ૧ કિલો વોલ્ટની સીસ્ટમ એક દિવસમાં સાડાચારથી પાંચ યુનિટ જનરેટ કરે છે જો લાઇટબીલમાં મહીને વપરાશ પ૦૦ યુનિટનો હોય અને સોલાર દ્વારા ૪૦૦ યુનિટ જનરેટ થયો હોય તો ૧૦૦ યુનિટના જ પૈસાર આપવાના હોય છે.

એજન્સી દ્વારા ગ્રાહકને સબસીડી બાદ કરીને રકમ કહેવામાં આવતી હોય છે ૧ થી ૩ કિલો વોલ્ટમાં ૪૦ ટકા સબસીડી મળે છે અને તેના થી ઉપરની સીસ્ટમમાં ર૦ ટકા મળે છે. સોલારને જયાં સુધી બન્ને બાજુથી એ.સી.નું ઇનપુટ મળે ત્યાં સુધી જ ચાલુ રહે છે. જેથી લાઇટ જાય ત્યારે બંધ થઇ જાય છે. જયારે બંધ થઇ જાય છે જયારે પીજીવીસીએલ દ્વારા ઉપરથી લાઇન બંધ કરી હોય ત્યારે પાવર રીટર્ન જાય તો અકસ્માત સર્જાય, અઠવાડીયામાં એક વાર પાણી અથવા કોઇ કાપડથી પેનલને સાફ કરવી જોઇએ.

અત્યાર સુધી ૧ લાખ કરતાં પણ વધારે લોકોએ સોલાર સિસ્ટમનો લાભ લીધો: રાજેશભાઇ જોષી (જે.જે.પીવી સોલાર)

vlcsnap 2020 09 04 11h25m35s132

જે.જે.પીવી સોલારના માલીક રાજેશભાઇ જોષીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુઁ કે લોકોને પ હજાર કે ૧૦ હજારના લાઇટ બીલ આવતા હોય છે જો સોલાર સીસ્ટમ લગાડવામાં આવે તો ઘણો ફાયદો થઇ શકે.

જયારે કસ્ટમર અમારો કોન્ટેકટ કરે ત્યારે સાઇટ સર્વે કરવામાં આવે છે અને લાઇટ બીલ, આધાર કાર્ડ, ફોટોગ્રાફ અને રેસીડેન્ટ પુરાવો એટલે કે વેરા બીલ અથવા દસ્તાવેજની કોપી કલેકટ કર્યા પછી છેલ્લા ત્રણ મહિનાના બીલની એવરેજ જ કાઢી તેમને કેટલા કિલો વોલ્ટની સીસ્ટમ લગાવાની રહેશે તેનું માર્ગદર્શન  આપીએ છીએ. અને તેટલી જગ્યા ત્યાં છે કે નહી તેનું પણ સર્વે કરવામાં આવે છે. પછી જેવું તેમનું વપરાશ તે પ્રમાણે અમે તેમને સલાહ આપીએ છીએ.

સોલાર પ્લાન્ટમાં ઓન ગ્રીડ, ઓફ ગ્રીડ, ગ્રાન્ડ માઉન્ટેન મેગા વોલ્ટના પ્લાન  અને સૂર્ય શકિત કિશાન યોજનાનો સમાવેશ થાય છે.

૧ કિલો વોલ્ટથી લઇને ૧૦૦ કિલો વોલ્ટની સીસ્ટમ નખાવી શકાય ૧ કિલો વોલ્ટની સીસ્ટમ નખાવાથી દરરોજ ૪ યુનિટ જેટલું જનરેશન થતું હોય તો ર કિલો વોલ્ટની સીસ્ટમની જરૂર પડે છે. સરકાર દ્વારા જે સબસીડી મળે છે તે ૧ થી ૩ કિલો વોલ્ટમાં ૪૦ ટકા અને ૩ કિલો વોલ્ટથી ઉપર ર૦ ટકા સબસીડી મળે છે.

અત્યારે જેટલા ચેનલ પાર્ટનર છે તે ગ્રાહકને સબસીડી કાપીને જ રકમ કહીએ છીએ. સબસીડી સરકાર દ્વારા અમારા ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધી ૧ લાખ કરતાં પણ વધુ ગ્રાહકોએ લાભ લીધેલ છે અને મેગાવોલ્ટની વાત કરીએ તો ૪.૪૮૭ મેગાવોલ્ટ છે આખા ભારતમાં ગુજરાત પહેલા નંબર ઉપર છે. લાઇટ જાય ત્યારે સીસ્ટમ વર્ક કરતી નથી. કારણ કે તેમાં એન્ટી આઇસલીડીંગ વાપરવામાં આવે છે જયારે પાવર જાય ત્યારે ઓટોમેટીક સીસ્ટમ બંધ થઇ જાય છે. સોલાર સીસ્ટમની પ વર્ષનીવોરંટ અને મોડયુલરમાં રપ વર્ષ પાવર જનરેટર ની વોરંટી આપવામાં આવે છે ગ્રાહક ધારે તો વીમો પણ કરી શકે છે જેથી વીજળી કે વાવાઝોડાથી બચાવ થાય અને વર્ષ દરમિયાન ૩ કિલો વોલ્ટની સીસ્ટમનું પ્રીમીયમ ૩ર૦ રૂ. જેટલુ: આવતું હોય છે.

ત્રણ કિલો વોટની સિસ્ટમમાં સરકાર દ્વારા ૪૦ ટકા સબસીડી આપવામાં આવે છે: જે.જે. ગાંધી (ચીફ એન્જીનીયર પીજીવીસીએલ)

vlcsnap 2020 09 04 11h26m04s309

પીજીવીસીએલના ચીફ એન્જીનીયર જે.જે.ગાંધી એ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૂર્ય ઉર્જા આપણા રાજયમાં ખુબ મોટી માત્રામાં ઉપલબ્ધ છે. લોકો કલીન એનર્જી તરફ વળે તે પણ જરૂરી છે સૂર્ય ઉર્જાના ભાવ વધતા જાય છે તયારે લોકો  સ્વઉત્પાદન કરે તો વિજળીના વિતરણમાં જે વ્યય જાય છે તે બચાવી શકાય અને લોકોને ચોખ્ખી ઉર્જા અને ઉત્પાદનમાં ઇન્વેસ્ટમેન્ટ પણ મળે, સોલારના બે પ્રકાર હોય છે એક તો થર્મલ અને સોલાર પીવી એટલે કે પોટોવોલીટીક જેમાં પ્રકાશના કીરણો પડે એટલે ઇલેકટ્રોન મુવ થાય છે અને ઇલેકટ્રીસીટી જનરેટ થાય છે જે ડાયરેકટર કરંટ હોય અને ઇન્વર્ટર થકી એસીમાં પરીવર્તીત કરી ઉપયોગ કરી શકાય

સોલાર થર્મલ પ્લાન્ટની અંદર લાઇટના રે અને હીટ ઉત્પન્ન કરવા માટે વપરાશ છે. પોટોવોલેટીક ફકત દિવસ દરમિયાન જ કામ કરી શકે છે. જયારે સોલાર થર્મલ ર૪ કલાક પણ વાપરી શકીએ છીએ. જે ઘર પર લગાડવામાં આવે છે તે પોટો વોલીટીક જ છે.

પોતે જયારે વીજળી ઉત્પન્ન કરે અને વધારે જનરેટ થાય અને વપરાશ ન હોય તો ગ્રીડમાં જતી રોડ અને જરુર પડે ત્યારે ગ્રીડમાંથી વાપરી શકાય છે. લોકો એજન્સીમાં અરજી કરી શકે તે પછી અમારા દ્વારા સવે કરીને એસ્ટીમેન્ટ આપીએ છીએ અને તે ભરપાઇ કરે પછી ૧૨૦ દિવસમાં કામ પુરુ કરવાનું હોય છે. માર્ચ મહીનાથી અરજી લેવાનું બંધ કરી દીધું છે અને જેની અરજી થઇ ગઇ છે તેનું કામ ચાલુ છે નવા વર્ષ માટે ટેન્ડરની કામગીરી ચાલુ છે તે પૂર્ણ થતાં જ નવી અરજી પણ સ્વીકારવામાં આવશે. ૩ કિલો વોલ્ટ સુધી ૪૦ ટકા સબસીડી આપવામાં આવે છે. અને ૩ કિલો થી ૧૦ કિલોમાં ર૦ ટકા આપવામાં આવે છે.

ગ્રાહકો ડીફરન્સના પૈસા જ ચૂકવવાના હોય છે અને એજન્સી કામ પુરુ કરે એટલે કંપની ચૂકવી આપે છે ગ્રાહકોને પહેલા આપીને મળે તેવું નથી હોતું ઘણું ગ્રાહકો એવા છે કે જરૂરીયાત કરતા વધુ વીજળીનું ઉત્પાદન કરતા હોય છે. જયારે તેમનું બીલીંગ થાય ત્યારે બાયડારેકશન મીટરમા ગ્રાહક દ્વારા કેટલી વીજળી આપવામાં આવી અને તે ગ્રીડમાંથી કેટલી વીજળી વાપરી તેની નોંધણી લઇ અને બીલીંગના પ્રમાણે સરભર કરવામાં આવે છે અને ઘણા લોકો દ્વારા ઉત્પન્ન કરતા ઓછી વીજળી વાપરી હોય છે. તેવા લોકોને સરપ્લસ થાય છે તો અમે બે રૂપિયા અને પચીસ પૈસા લેખે વેચાતી લઇએ છીએ અને નાણાકીય વર્ષના અંતે લોકોના ખાતામાં નાખવામાં આવે છે.

છેલ્લા બે વર્ષમાં પીજીવીસીએલના વિસ્તારમાં ૨૫,૦૦૦ જેટલા ગ્રાહક થઇ ચૂકયા છે. અને તેના પહેલા પણ ૧૩,૦૦૦ થીવધારે ગ્રાહકો હતા. એટલે અત્યાર સુધી રેસીડેન્ટના ૩૮,૦૦૦ જેટલા ગ્રાહકો થઇ ચૂકયા છે.

લાઇટ બીલની બચત માટે લોકોએ જલ્દી ગ્રીન એનર્જી તરફ વળવું જરૂરી: અભિષેક બગડા (પ્લેનરી એનજી સોલ્યુશન)

vlcsnap 2020 09 04 11h26m20s515

પ્લેનરી એનર્જી સોલ્યુશનના માલીક અભિષેકભાઇ બગડા એ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દરેક લોકોને લાઇટબીલ વધારે આવે છે તો લોકો હવે ગ્રીન એનર્જી તરફ જઇ રહ્યા છે. સોલારમાં ત્રણ પ્રકાર ગુજરાત રાજયમાં ઉપયોગ કરાય છે.

ઓનગ્રીડ, ઓફ ગ્રીડ અને હાઇબ્રીડ રેસીડેન્ટમાં ઓન ગ્રીડ સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ગુજરાત સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. અને લાઇટબીલ નોમીનલ ઝીરો થઇ શકે છે કોઇ ગ્રાહક સોલાર સીસ્ટમ માટે અરજી કરવા માગે છે તો તેના આધાર કાર્ડ, વેરા બીલ, પાનકાર્ડ, લાઇટબીલ અને ફોટા આપવાના હોય છે છેલ્લે ૪૦ ટકા સબસીડી આપવામાં આવતી નવા ટેન્ડરમાં પણ હવે સબસીડી આપવાની તૈયારી થઇ રહી છે.

દરરોજ ૧ કિલો વોલ્ટની સીસ્ટમ ૪ યુનિટ જનરેટ કરે છે ઉનાળા દરમિયાન જનરેશન વધતુ હોય છે

અને ચોમાસામાં ઘટતું હોય છે ઓનગ્રીડ સીસ્ટમ લાઇટ જાય ત્યારે કામ કરતી નથી રપ વર્ષની મોડયુલરમાઁ વોરંટી આપવામાં આવે છે સાત વર્ષ ઇન્વટરમાં આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.