જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
ધોરાજી પોલીસ સ્ટેશનમાં ૬ માસની દિકરીને લઈને આવે છે બાહોશ માતા
રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશનમાં તમે જશો તો એક બાહોશ પી.એસ.આઈ અને માતૃ સંબંધ ને નિભાવનાર માતા અને એક કર્મચારી પી.એસ.આઈ સોલંકી ને સલામ છે પોલીસ સ્ટેશન ફરજ દરમિયાન પોતાની સાથે પોતાની ૬ માસની દીકરી હાર્વીને સાથે રાખી ફરજ પર જાય છે . તમે જશો તો તમારી આંખો એક નિર્દોષ બાળકને જોઈને આશ્ચર્યમાં પડી જશે.
એક તરફ ૨૪ કલાકની ડ્યુટી અને બીજી તરફ મમ્મીની ફરજ, પરંતુ માતા એટલાં જ સંયમથી બંન્ને ફરજ નિભાવે છે અને અત્યંત નિયંત્રિત રીતે કામ કરે છે. આ દિવસોમાં સેશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિને તેમને એક સલામ અને તેમની મમતા પર ગર્વ કરે છે હાર્વીના જન્મ પછી તેમણે ૬ મહિના નોકરી છોડવી પડી હતી. ગયા મહિને, તેમણે પરત જોઈન કર્યું છે. બંને ફરજ એકસાથે નિભાવવી થોડી અઘરી છે. પરંતુ તે કહે છે કે , મુશ્કેલ તો છે પરંતુ મારા માટે બંને અત્યંત મહત્વના છે, તેથી હું ફરજ તેમજ બાળકની કાળજી રાખુ છું. પી.એસ.આઈ સોલંકી કહે છે કે , ક્યારેક પરિસ્થિતિ એવી થાય કે બંને ફરજ નિભાવવી કપરી થાય છે.પરંતુ મારા પોલિસ સ્ટાફ અને પરિવાર ના સાથ સહકારથી હુ આ બંને ફરજ સારી રીતે નિભાવી શકુ છુ