લખતર તાલુકા પંચાયત કચેરી ખાતે લખતર તાલુકાના તમામ તલાટીઓની બેઠક નવસાદ ભાઈ સોલંકી ધારાસભ્ય દ્વારા લેવામાં આવી જેની અંદર તાલુકાના નરેગાના કામોની ચર્ચા તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાની ચર્ચા કરવામાં આવેલ ફરી આવાસ યોજના ફોર્મ નં રીવ્યુ કરી જે કોઈ લાભાર્થીઓ રહી ગયા હોય.
તેમના નામ ફરી લિસ્ટ માં લેવા તેની પણ ભલામણ કરી તથા દરેક ખેડૂતોને નર્મદાનું પાણી મળે તે માટે માંગણા પત્રક ભરવાની ભલામણ કરેલ જેના દ્વારા દરેક ખેડૂતને ફરજિયાત પાણી મળે આ બેઠક ની અંદર લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ રાણા તથા તાલુકા પંચાયતના પ્રમુખ તથા લકતર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અજયભાઈ તથા કારોબારી ચેરમેન હાર્દિકભાઈ તથા મણિ ભાઈ વાઘેલા તથા વિનોદભાઈ રસિકભાઈ દરેક ડેલીગેટ હાજર રહ્યા.