જમીનનાં નમુનાની ચકાસણી કરીને ખેડુતોને માર્ગદર્શન પણ અપાશે
બેડી માર્કેટ યાર્ડ રાજકોટ, પડધરી અને લોધીકા તાલુકાનાં ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. જયાં સતત ખેડુતોને પૂરતો સંતોષ આપવા માટે તથા દેશની ટેકનોલોજીની દિશામાં વિકાસની ગતિમાં પોતાની હાજરી નોંધાવવા માટે તેમજ આધુનિક પધ્ધતિ તથા યંત્રો દ્વારા ખેડુતોને વધુમાં વધુ લાભ મળે તે માટે પ્રયત્નો થતા રહે છે. એ પ્રયત્નોમાં વધુ એક પિંછુ ઉમેરાયું છે. માર્કેટ યાર્ડમાં સોઈલ ટેસ્ટીંગ લેબોરેટ્રી આવતા સપ્તાહથી શરૂ કરવા જઈ રહ્યા છે.જે લેબોરેટ્રીમાં ખેડુતો પોતાની જમીનનાં નમુના લાવી તે જમીનની લેબોરેટ્રી કરાવશે.
લેબોરેટ્રી જમીનનું પૃથ્થકરણ કરી રિપોર્ટસ તૈયાર કરશે જેમાં જમીન કેટલી ફળદ્રુપ છે. કેટલી ઉણપ ધરાવે છે. તે અંગે ખ્યાલ આપશે, ઉણપમાં નાઈટ્રોજન, પાણી પોષક તત્વો વગેરેની ઉણપ કેટલી છે. કેટલી માત્રામાં પોષક તત્વો ઉમેરવા ખાતરની કેટલી માત્રામાં જરૂરીયાત છે.
જેનું તારણ કાઢી આપશે તથા આવી ખામી કે ઉણપ દૂર કરી ખેડુતો દ્વારા ચોકકસ દિશામાં મહેનત રંગ લાવે તેમજ ઓછી જગ્યા અને સમયમાં વધુમાં વધુ પાક લઈ શકાય તેનું મૂલ્યાંકન કરાશે ઉપરાંત વિકાસનું માપદંડ પણ નોંધવામાં આવશે.
આ લેબોરેટ્રી દ્વારા જમીનનાં નમુના દ્વારા શૃષ્મ તત્વો તથા મુખ્ય તત્વોની તપાસ કરી રિપોર્ટસ તૈયાર કરવામાં આવશે. જેમાં સુષ્મ તત્વોમાં રૂ.૨૦૦માંથી રૂ.૧૦૦ ખેડુત ભોગવશે. તેમજ રૂ.૧૦૦ની સબસીડી બજાર સમિતિ દ્વારા અપાશે ઉપરાંત મુખ્ય તત્વોના રિપોર્ટમાં રૂ .૬૦માંથી રૂ .૩૦ ખેડુતો ભોગવશે તથા રૂ ૩૦ બજાર સમિતિ દ્વારા સબસીડી આપવામાં આવશે. રાજકોટ માર્કેટ યાર્ડમાં સેક્રેટરી બી.આર. તેજાણીએ ઉમેર્યું હતુ કે જો રિપોર્ટ મફતમાં કરી દેવામાં આવશે તો તેની વિશ્ર્વસનીયતા નહી રહે.
આ લેબોરેટ્રી માટે બધો જ ખર્ચો ધોરાજી વિકાસ લેબોરેટ્રી દ્વારા કરાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,