તપાસ સમિતિ રીપોર્ટ સોંપશે ત્યારબાદ સિન્ડિકેટની બેઠક બોલાવી તેમાં રિપોર્ટ ખોલી નિર્ણય લેવાશે: કુલપતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુ ચર્ચિત માટી કૌભાંડ મામલે યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી રચવામાં આવી છે. આ કમિટીની આજે આખરી બેઠક મળી હતી.  જો કે બપોર સુધી તપાસ સમિતિ દ્વારા કોઈ ઠોસ રિપોર્ટ ત્યાર કરવામાં આવ્યો ન હતો. જો કે બાદ આજે આ કમિટી દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવશે. આ પહેલા જ રજિસ્ટ્રાર જતીન સોની દ્વારા ચાર્જ સંભાળી કુલપતિ સમક્ષ રજિસ્ટ્રાર પદ પરથી રાજીનામું આપવામાં આવ્યું હતું.

કુલપતિ ડો.નિતીન પેથાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે તપાસ સમિતિની મીટીંગ મળી હતી અને આ સમિતિ દ્વારા ફાઇનલ રિપોર્ટ કાલ સુધીમાં અમને મળશે ત્યાર બાદ આ રિપોર્ટ સિન્ડિકેટની બેઠક બોલાવી તેમાં બધા સિન્ડિકેટ સભ્યો સામે ખોલશે અને પછી જ આખરી નિર્ણય કરવામાં આવશે.

રજીસ્ટારને તમામ હોદા પરથી દૂર કરી ફોજદારી દાખલ કરો: એનએસયુઆઇ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત માટી કૌભાંડ મામલે રાજકોટ જિલ્લા NSUI દ્વારા આજ રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિ અને ઉપકુલપતિ સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જેમાં NSUI દ્વારા સૂત્રોચ્ચાર કરી જતીન સોની સામે ફોજદારી ગુનો દાખલ કરવા માગ કરી છે અને યુનિવર્સિટીના તમામ હોદા પરથી તેમને દૂર કરવા માગ કરવામાં આવી છે. આજે તપાસ કમિટીની છેલ્લી બેઠક મળી હતી.આ સમયે રાજકોટ જિલ્લા NSUI દ્વારા કુલપતિ સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી અને જતીન સોની તમામ હોદ્દા પરથી દૂર કરી ફોજદારી ગુનો દાખલ કરવા માગ કરી હતી. આ સાથે જતીન સોનીને તપાસ કમિટી છાવરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.