બોમ્બે હાઈકોર્ટે ચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ડિસ્ચાર્જને પડકારતી અરજીને ફગાવી દીધી છે. અને નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખતાં પૂર્વ પોલીસ અધિકારી ડીજી વણઝારા સહિતના અન્ય પોલીસ કર્મચારીઓને આરોપોમાંથી મુક્ત કરી દીધાં છે. નીચલી અદાલતે આ મામલે ગુજરાતના IPS અધિકારી રાજુકમાર પાંડિયન, ગુજરાત એટીએસના પૂર્વ પ્રમુખ ડીજી વણઝારા, ગુજરાત પોલીસના અધિકારી એનકે અમીન, રાજસ્થાન કેડરના IPS અધિકારી દિનેશ પાંડિયન અને રાજસ્થાન પોલીસના કોન્સ્ટેબલ દલપતસિંહ રાઠોડને આરોપમુક્ત કરી દીધા હતા.

નીચલી અદાલતના ચુકાદાને સોહરાબુદ્દાનના ભાઈ રુબાબુદ્દીન અને સીબીઆઈએ બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકારતી પાંચ અરજી કરી હતી.સોહરાબુદ્દીને એન્કાઉન્ટર મામલે CBIએ ગુજરાત એટીએસના પૂર્વ પ્રમુખ ડીજી વણઝારા સહિતના પોલીસ અધિકારીઓને પોતાની તપાસમાં દોષી ગણાવ્યાં હતા.

સીબીઆઈએ તેને નકલી એન્કાઉન્ટર ગણાવ્યું હતું.સીબીઆઈના આરોપ પત્ર મુજબ ગુજરાતના એક સંદિગ્ધ ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ અને તેની પત્ની કૌસર બીને ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસના અધિકારીઓએ હૈદરાબાદના પાસેથી પકડી નવેમ્બર, 2005માં એક કથિત નકલી એન્કાઉન્ટરમાં ઠાર કર્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.