મહાવીર ભગવાનને મોરપીંછ, સ્ટોન, ઉન, મોતી, સોના, ચાંદી, હીરા સહિતના શણગાર
જૈન જૈનોતરએ આંગી દર્શન કરી ધન્યતા અનુભવી
જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે અંતિમ દિવસે જેનો ઉપાશ્રયો અને દેરાસરમાં જપ-તપના અનુષ્ઠાનનો કરી અને દેરાસરોમાં ભગવાન મહાવીરને અદ્ભૂત આંગીનો શણગાર કરવામાં આવે છે. જૈનો આઠ દિવસ સુધી માત્ર ગરમ પાણી પર રહેવા સહિતના આકરા અનુષ્ઠાનો કર્યા હોય છે.
પર્યુષણ પર્વમાં ઉપાશ્રયોમાં વિશાળ સંખ્યામાં તપસ્વીઓ અને જૈનોએ ધર્મલ્લાસથી ઉજવણી કરવામાં આવી છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં ભગવાનનો અલૌકિક શણગારની સાથે આઠ દિવસ સતત પ્રતિક્રમણ તેમજ રાત્રે ભક્તિ સંગીતની રમઝટ બોલાવવામાં આવી પૂ.ગુરૂ ભગવતોમાં પ્રવચનોનો મોટી સંખ્યામાં ભાવિકો લાભ લઇ પુણ્યનું ભાથું બાંધશે.
પર્યુષણ એટલે તપ વડે મન શુધ્ધિ તથા કાયશુધ્ધિનું મહાપર્વ આ વર્ષ સ્થાનકવાસી અને દેરાવાસીઓ એક સાથે પર્યુષણ ઉજવાય.દેરાસર અને ઉપાશ્રય જેવા કે વાસુપુજન સ્વામી જિનાલય, શામણ પાર્શ્ર્વનાથ (ગાંધીગ્રામ) અને પારસધામ જીનાલય, વિમલ સ્વામી જૈન દેરાસર અને સુમતિનાથ ભગવાનનું જિનાલયમાં જુદા-જુદા શણગાર કરવામાં આવ્યા છે.