દ્વારકા એસ.ઓ.જી ટીમના એ.ડી.પરમાર સાથે મહમદભાઈ, યુસુફભાઈ, ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ તથા પો.કોન્સ. જેસલસિંહ ગુલાબસિંહ સહિતના સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનમાં ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એસઓજી શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર ડી.બી.ગોહિલને ખાનગી રાહે ચોકકસ બાતમી મળતા તે અનુસંધાને હકિકતવાળા ઈસમને ચેક કરતા તેના કબજામાંથી ગે.કા.પિસ્તોલ તથા જીવતો કાર્ટીસ જેની કુલ કિંમત ૧૫,૧૦૦ સાથે પકડી પાડી પિસ્તોલ કાર્ટીસ તપાસ અર્થે કબજે કરેલ અને આરોપી કાનાભાઈ ઉર્ફે કારો નારણભાઈ ચાવડા જાતે રબારી ઉ.વ.૩૧ ધંધો ડ્રાઈવીંગ રહે.ઘુમલી ગામ બગાધાર સીમ તા.ભાણવડ જિ.દેવભૂમિ દ્વારકાવાળાને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે ભાણવડ પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે. આ કાર્યવાહીમાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર ડી.બી.ગોહિલ તથા એ.ડી.પરમાર, મહમદભાઈ, હરપાલસિંહ, દેવશીભાઈ, હરદેવસિંહ, વિરેન્દ્રસિંહ, ઈરફાનભાઈ, ધમભા, મહાવીરસિંહ, જેસલસિંહ, અરસીભાઈ, સુરેશભાઈ, ભીખાભાઈ, લખમણભાઈ કાર્યવાહીમાં જોડાયેલ હતા.