આઠ શખ્સોની ધરપકડ કરી 340 બોટલ મળી કુલ રૂ 50 હજારનો મુદામાલ કબ્જે
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે આવેલા દ્વારિકા પ્લાઝા-2 ના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ કૈલાશ હર્બલ નામની દુકાનમાં ગેરકાયદેસર આધાર પુરાવા વગર ની આયુર્વેદિક દવાના નામે નશો કરવા બાર જેવી શુભ સુવિધાઓ ઊભી કરી, આયુર્વેદિક બોટલો સોડા તથા જરૂરી ખાદ્યસામગ્રી સહિતની વસ્તુઓ પૂરી પાડી નશાનો કારોબાર ચલાવતા હોવાની જુનાગઢ એસ.ઓ.જી. ને બાતમી મળતા જૂનાગઢ એસ.ઓ.જી. અને તાલુકા પોલીસની ટીમ એ આયુર્વેદિક દવાના નામે જૂનાગઢના યુવાનોને નશો કરવા જેવી સુવિધા પૂરી પાડતા સ્થળ ઉપર દરોડા પાડી, ગેરકાયદેસર આધાર પુરાવા વગરની રૂ. 50,319 ની કિંમતની 340 બોટલ, આયુર્વેદિક દવાની બોટલ પકડી પાડી, દુકાનના માલિક વિજય હરકિશનભાઈ ગેહનાની તથા મેનેજર બ્રિજેશ ખુશાલભાઈ રૂપારેલીયાને ઝડપી લઇ, જુનાગઢ તાલુકા પોલીસને સોંપી આપી, બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સાથે આ દુકાનમાં આયુર્વેદિક દવાની બોટલો સાથે સોડા મિક્સ કરી, પીવા આવેલ મેંદરડાના જગદીશ મેરૂભાઈ ચાંડેરા, મધુરમમાં રહેતા જયદીપ નેભાભાઈ સુવા, ઝાંઝરડા ચોકડી પાસે રહેતા દિવ્યેશ ચુનીભાઈ ધોરાજીયા, ગીરીરાજ સોસાયટીમાં રહેતા મેહુલ નવનીત ભાઈ ત્રિવેદી, ઝાંઝરડામાં રહેતા ગુણવંત સોમાભાઈ પરમાર, જનકપુરી સોસાયટીમાં રહેતા મિતલ પ્રભુદાસ માણાવદરીયા, ભાવિક કાંતિભાઈ જાદવ તથા ઉપલેટાના અજીત હરિભાઈ ચુડાસમાને પણ પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢમાં આયુર્વેદિક દવાના નામે નસો ધરાવતી આ દુકાન ઉપર દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં જુનાગઢ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગોહિલ, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી. ધોકડિયા, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ભારાઈ, હેડ કોન્સ્ટેબલ ડેર તથા કોડીયાતર તેમજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મકવાણા, હેડ કોન્સ્ટેબલ દિવરાણીયા, પોલીસ કોન્સ્ટેબલ ડાંગર સહિતના આ કામગીરીમાં જોડાયા હતા.