પરપ્રાંતિયોને નોકરીએ રાખી પોલીસને જાણ ન કરતા જાહેરનામા ભગંનો ગુનો નોંધી કરાઈ ધરપકડ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં રહે તે માટે પોલીસ કમિશનર રાજુ ભાગવ દ્વારા વિવિધ જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેની અમલવારી ન કરનાર
સામે ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે એસઓજીની ટીમ દ્વારા સ્પા પાર્લરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.અને પરપ્રાંતિયોને નોકરી પર રાખી પોલીસને જાણ ન કરનાર ૧૭ સંચાલકો સામે પોલીસે જાહેરનામા ભગંનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ રાજકોટ એસઓજી પીઆઈ જે ડી ઝાલાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવીને શહેરના વિવિધ સ્પા પાર્લરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સ્પા ના સંચાલકો જેને પરપ્રાંતિયોને નોકરીએ રાખી પોલીસને જાણ ન કરનાર સામે ગુનો નોંધ્યો છે.જેમાંહાર્દિક વજાભાઈ અજુડિયા, પરેશ બાબુમાઈ ચૌહા, જનકાર નર્સિંગ કામાં અને હોજેલ હિંદ માઈ વાંકાનેરી સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં મહેશ મદનસિંહ, રાહુલ આલાભાઇ ગાંડા સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં, ર્વિક ચંદ્રેશભાઈ ખીૌસીયા, સાગર મણીશાસ શ્રીમાળી, ભરત દારભાઈ ગાડા સાથે તાલુકા પોલીસ સ્ટેશનમાં, કમલેશ રમેશભાઈ પરિયા, લોકેન્દ્ર વિષ્ણુભાઈ શમાં, ઈમરાન સિકંદરભાઈ ભડી, વિસાલ નરેન્દ્રભાઈ મહેના અજય વિરાભાઈ ટંક અને રમેશ વિષ્ણુ શર્મા સાથે ગાંધીગામ પોલીસ મથકમાં, વિક્રમ અર્જુનભાઈ સોની સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અને રાજેવા મોનીસિંગ પરીપાર સામે યુનીવર્સીટી પોલીસ મથકમાં જાહેરનામા ભગંનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.