- મહિલા કોલેજ પાસે સોમવારે રાત્રે બગડાટી બોલાવનાર
- બે છોડ મળ્યા કેનાબિસના ઘટકોનો જણાતા વિશેષ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યો
- રાજકોટ શહેરના મહિલા અન્ડરબ્રિજ પાસે લોધિકાના વાગુદળ ગામના આશ્રમના સાધુ અને તેના ત્રણ સેવકોએ
- ધમાલ મચાવી હતી અને ફરસી જેવાં હથિયારો સાથે ઉતરેલ શખ્સોથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
- જીએસટી કમિશનર ના કારના કાચ તોડી નાખ્યા હતા અને હંગામો મચાવ્યો હતો. પોલીસે માથા ફરેલા સાધુની કુંડળી ની તપાસ કરતા વાગુદડ સ્થિત આશ્રમે એસઓજી
- ત્રાટકી હતી અને પાંગર્યા ન હોય તેવા ગાંજાના બે છોડ મળી આવ્યા હતા. છોડ પર ફૂલ ન આવ્યા હોય,
- એફએસએલના પ્રાથમિક રિપોર્ટમાં કેનાબિસના ઘટકો ન મળતા હાલ જાણવા જોગ નોંધ પોલીસે લીધી છે.
સમગ્ર વિગત એવી છે કે, સોમવારે રાત્રે રામનાથ મહાદેવ મંદિરેથી દર્શન કરી પરત ફરતાં વાગુદળમાં આવેલ આશ્રમના મહંત પોતાની બ્રેજા કાર લઈ મહિલા અન્ડર બ્રિજ પાસે રોંગ સાઈડમાં જતાં હતા ત્યારે સામેથી આવતી જીએસટી અધિકારીની ઇનોવાને રિવર્સ લેવાનું કહીં ડખ્ખો કર્યો હતો. જી.એસ.ટી.ના અપીલ કમિશ્નરની કારના કાચ તોડી ધમાલ મચાવતા શેઠનગર પાછળ વાલ્મીકી નગર સોસાયટીમાં રહેતાં સરકારી કારના ડ્રાઇવર ભાવીનભાઇ મનશુખભાઇ બેરડીયા (ઉ.વ.25)એ આરોપી તરીકે ચિરાગ પ્રવિણ કાલરીયા (રહે. રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, વિદ્યાકુંજ રોડ પર્ણ કુટીર સોસાયટી), મહંત યોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશકુમાર નવીનચંદ્ર ધામેલીયા (રહે. વિરપુર, જેતપુર), પ્રવિણ વાઘજી મેર (રહે. મેટોડા) અને અભિષેકનું નામ આપતાં એ.ડિવિઝન પોલીસે બીએનએસ એક્ટ 324, 352, 194(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન માથા ફરેલા સાધુના આશ્રમે ગાંજાના છોડ હોવાની માહિતી મળતા રાજકોટ રૂરલ એસઓજી પીઆઈ પારગી, પીએસઆઇ બી.સી. મિયાત્રા ટીમ સાથે દોડી ગયા હતા. આશ્રમ ખાતે બે છોડ મળ્યા હતા. એફએસએલ ટીમને બોલાવતા સેમ્પલો લેવાયા હતા.
જોકે છોડમાં ફૂલ પાંગર્યા ન હોય કેનાબિસના ઘટકો ન જણાતા પ્રાથમિક રિપોર્ટ પોઝિટિવ ન આવતા હવે વધુ સેમ્પલો લેબોરેટરીમાં મોકલાયા છે.
હાલ ગુનો દાખલ નથી થયો પણ તપાસ માટે જાણવા જોગ નોંધ લેવાઈ છે. જેના પર તપાસ હાથ ધરવામાં આવી છે.