અમરેલી જીલ્લામાં ખાણ-ખનીજ ચોરી અંગેની વ્યાપક રજુઆત-ફરીયાદો વારંવાર મળતી હોય,ઇ.ચા. પોલીસ અધીક્ષક શ્રી દેસાઇસા.એ રોયલ્ટી ચોરી કરી દેશને આર્થિક નુકશાન પહોંચાડતાં આવા અસામાજીક તત્વો સામે ઝૂંબેશનાં સ્વરૂપે કાર્યવાહી હાથ ઘરવા અને અસરકારક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપતાં ગઇ કાલ તા.૧૪/૦૫/૧૮નાં રોજ એસ.ઓ.જી.પો.સ.ઇ. શ્રી આર.કે. કરમટા સ્ટામફનાં એ.એસ.આઇ.પ્રકાશભાઇ જોષી,હેડ કોન્સ.સુભાષભાઇ ઘોઘારી,પોલીસ કોન્સ.દેવરાજભાઇ બીજલભાઇ કળોતરા,ગીરીરાજસિંહ,રાહુલભાઇ,હરેશભાઇ વાણીયા,ડ્રાઇવર જે.પી. કોચરા વિગેરે ચેકીંગ પેટ્રોલીંગમાં હતાં.
દરમ્યાનમાં અમરેલી-સાવરકુંડલા રોડ હુડકો સામે રોડ ઉપર એક ડમ્પર ટ્રક નંબર નં.જી.જે.-૦૩-ડબલ્યુ-૮૭૬૮ નંબરનું ચાલક સમીરભાઇ મહેશભાઇ તેરૈયા તેના કબ્જાનાં ડમ્પર ટ્રકમાં રેતી આશરે-૧૦ ટન ભરેલ હોય, તેમજ વંડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન વંડા જેસર રોડ પર વંડા નજીક એક ટ્રેકટર ટ્રોલી સાથેનું નં.જી.જે.-૧૪-ડી-૬૧૬૦ નંબરનું ચાલક રત્નાભાઇ પુનાભાઇ મેર,રહે.ઇંગોરાળા, તા.લીલીયા વાળા ગે.કા. પાસ પરમીટ (રોયલ્ટી) વગરની રેતી આશરે-૩ ટન ભરેલ હોય.
જે રેતી વાહનમાં ભરવા અંગે ડ્રાઇવરો પાસે કોઇ પાસ પરમીટ નહીં હોય ગે.કા. રીતે વગર પાસ પરમીટે ખનીજ ચોરી કરતાં મળી આવતાં આ અંગે ખાણ અનીજ અધિકારીશ્રી, ભુસ્તરશાસ્ત્રીની કચેરી, બહુમાળી ભવન,અમરેલીને ખાણ ખનીજ ઘારા કલમ-૩૪ મુજબ ડીટેઇન વાહનની નિયમોનુસાર કાર્યવાહી કરવા જાણ કરેલ છે અને આ ડીટેઇન કરેલાં રેતી ભરેલાં ટ્રેકટરો અનુક્રમે અમરેલી તાલુકા તથા વંડા પો.સ્ટે.રાખેલ છે. પોલીસ અધિક્ષકસા.શ્રીની સુચનાથી પોલીસ દ્રારા હાથ ઘરાયેલ કાર્યવાહીથી રેતી ખનીજ ચોરી કરતાં અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com