પાંચેય બુટલેગરોની પુછપરછ કરતા રાજકોટના શખ્સનો દારૂ હોવાનું ખુલ્યું

ચોટીલાના ભોજપરી ગામે સીમ વાડીમાં વિદેશી દારૂના કટિંગની બાતમીને આધારે એસઓજી ટીમે દરોડો કર્યો હતો. જેમાં દારૂ અને બિયર એક વાહનમાંથી બીજા વાહનમાં ફેરવતા ૫ શખ્સોને દારૂ, બિયર અને વાહનો સહિત રૂપિયા ૨૪.૫૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લો સૌરાષ્ટ્ર અને કચ્છમાં દારૂ પહોંચાડવા બૂટલેગરો માટે પણ પ્રવેશદ્વાર બની ગયો છે. ચોટીલાના ભોજપરી ગામે સીમ વાડીમાં વિદેશી દારૂનું કટીંગ થવાનું હોવાની બાતમી એસઓજીના રણજીતસિંહને મળી હતી. આથી એસઓજી ટીમ અને ચોટીલા પોલીસે ભોજપરીની વાડીમાં દરોડો કર્યો હતો.

gujrat news | chotila
gujrat news | chotila

દરોડા દરમિયાન આઇશર ટેમ્પો, છકડામાં દારૂનુ કટીંગ થતુ હોવાનું ધ્યાને આવતા પોલીસે વિદેશી દારૂ, બિયર અને વાહનો સહિત રૂપિયા ૨૪.૫૩ લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસ તપાસ દરમિયાન આ દારૂ રાજકોટના ચુનારાવાડમાં રહેતા બૂટલેગર સાગર રાઠોડનું હોવાનું બહાર આવ્યુ છે. આ દરોડામાં એસઓજી પીઆઇ કે.એ.વાળા, પીએસઆઇ એચ.એમ.રાણા, એસ.બી.સોલંકી, રણજીતસિંહ, ભૂપેન્દ્રભાઇ, હરદેવસિંહ, મહિપાલસિંહ, સંજયસિંહ તથા ચોટીલા પીએસઆઇ સી.એચ.માઢક, સરદારસીંહ સહિતનાઓ રોકાયા હતા. ૨૬૨ વિદેશી દારૂની પેટી અને ૫ ખૂલ્લી બોટલ કિંમત રૂપિયા ૧૦,૨૯,૯૦૦, બિયરની ૪૧ પેટી અને ૭૧ ખૂલ્લા નંગ કિંમત રૂપિયા ૧,૦૫,૫૦૦, આઇશર કિંમત રૂપિયા ૧૦ લાખ, ઇકો કાર કિંમત રૂપિયા ૩ લાખ, બાઇક કિંમત રૂપિયા ૧૫ હજાર, ૪ મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૩ હજાર મળી ફૂલ ૨૪.૫૩ લાખના મુદામાલ સાથે આરોપીઓ ગીગાભાઇ ભનુભાઇ ડાભી, ભોજપરી, તા. ચોટીલા, સામતભાઇ વશરામભાઇ ડાભી, ભોજપરી, તા. ચોટીલા, વિનોદભાઇ ઉર્ફે ભરતભાઇ બચુભાઇ સરીયા, હાલ ગોકૂલપાર્ક, રાજકોટ, મૂળ રહે. ફૂલઝર, તા. ચોટીલા, અનીલભાઇ ભીમાભાઇ મૂળીયા, ચૂનારાવાડ, રાજકોટ અને કરન સુભાષસિંહ ઠાકુર, હાલ, ચુનારાવાડ, મૂળ ઉત્તરપ્રદેશવાળાને ઝડપી પાડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.