હિન્દુસ્તાન કે હિન્દુસ્તાન ના કોઈ પણ પ્રાંત મા આફત આવે ત્યારે હંમેશા મલેશીયા ના કોલાલામપૂર સહીત ના શહેરો મા રહેતા ભારતીયો દેશમા આફત ને પહોચી વળવા પોતે પરદેશમા કમાયેલી લક્ષ્મી ને સ્વદેશ મા અનુદાન આપતા જ રહે છે પછી સૂનામી હોય કે અતીવૃષટી કે પછી દુષ્કાળ મલેશીયા ના મૂળ ભારતીયો હંમેશા ભારત સાથે ઉભા રહયા છે. પોતે ગૂજરાતી અને ગુજરાત સૌરાષ્ટ્ર મા કોરોના ની આફત  સમાચાર માધ્યમથી સમાચાર જોવે ને મન રડે…. અને ફરી દર વખતની જેમ ગૂજરાતી સમાજ  એ મલેશીયા માથી અનુદાન એકઠૂ કરી ને સૌરાષ્ટ્રમા રાજકોટ મા બોલબાલા ટ્રસ્ટ જૂનાગઢ લાયન્સ કલબ ગોંડલમા મૂકતેશ્રવર ટ્રસ્ટ જેતપુરમા રોટરી કલબ ધોરાજી અને વાંકાનેરમા જડેશ્રવર ટ્રસ્ટ સુરેન્દ્રનગર મા જાયનટસ કલબ ને જામનગર  મા ઓસવાલ પુસ્તકાલય સૂધીની અનેક સંસ્થા કે જે આજના કપરા સમય દરમ્યાન ઓક્સિજન પૂરો પાડે કે દવા કે પછી કોરોના ને લગતી કોઇપણ સેવા ચાલતી હોય ત્યા સામે ચાલી ને અનુદાન આપી આ સંસ્થા ને જીવંત રાખવા સહયોગ આપ્યો છે મલેશિયા થી એકઠી કરેલી રકમ દવારા પોતાના જ ભાઇ બહેન જેવા છેવાડા ના માનવી ને પણ સારવાર મળે એવા શૂભઆશય થી એકઠી કરેલી ધનરાશી પહોચાડી વતન માતૃભૂમી નૂ રૂણ ચૂકવયૂ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.