કુકીંગ કોમ્પીટીશનમાં બહોળી સંખ્યામાં ગૃહિણીઓએ લીધો ભાગ
હરિવંદના કોલેજમા કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કોમ્પીટેશનમા 16 ગૃહિણીઓએ ભાગ લીધો હતો. જેમા ફકત ગુજરાતી જ વાનગી બનાવવામાં આવી હતી. હાલના જંક ફૂડ લેવાથી અનેક બીમારી પણ થાય છે. ત્યારે આજ ના જીવનશૈલીમાં જંક ફૂડ લેવાનુ ટાળે અને ગુજરાતી વાનગીઓ તરફ પ્રેરાય તે માટે કુકિંગ કોમ્પીટિશનનું આયોજન કરવામા આવ્યું હતું.કૂકીંગ કોમ્પીટીશનનો મુળ હેતુ દાદી નાનીની થાળી જે પહેલાના સમયમા જે ગુજરા તી આહાર બનાવવામાં આવતું. તે આહાર બહું ઓછાં લોકો બનાવે છે.
તો આપણી જૂની ગુજરાતી વાનગી તરફ પાછા વળે તેના માટે કુકિંગ કોમ્પીટીશનનું આયોજન થયું હતું.ભરેલા રીંગણા, બરફીચુરમુ, ઓરમું, આખા અડદનું શાક, અજમાના પાનના ભજીયા, ડપકા, ઘુંટો, ગરમાળો, કઢી ખીચડી, દૂધીના મુઠીયા, રીંગણાવડીનું શાક, બેંગન ભાજી, મગની દાળનો શીરો, સુરતી ખમણ, કઢિયવાડી ઉંધીયું શાક, લાપસી, જાવરું, મેથી કેળાનું શાક, ગુવારનું છશિયું શાક, કલવો, સરગવાની કઢી, જેવી અવનવી ગુજરાતી વાનગી બનાવવામાં આવી હતી. હરીવંદના કોલેજના વિધાર્થીઓએ અલગ અલગ ગુજરાતી રેસિપીનો સ્વાદ માણ્યો.
વિદ્યાર્થીઓ પોતાના સુવર્ણકાળમાં ભણતરની સાથે આવડત કેળવી શકે, ગુજરાતી વ્યંજનો વિશે જાણે તે માટે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુળ ગુજરાતી વાનગી તરફ પ્રેરાય તે માટે કુકિંગ કોમ્પીટીશનનું કરાયું આયોજન: સાગર પટેલ
હરિવંદન કોલેજના એડમિનિસ્ટ્રેટિવ હેડ સાગર પટેલ અબતક સાથે થયેલી વાતચીતમા જણાવ્યું કે હરીવંદના કોલેજમાં કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારના જંક ફુડ જે લોકોને વધુ પસંદ પડે છે. મુળ દેશી ગુજરાતી થાળીનું ચલણ ઘટતું જાય છે. ત્યારે કોલેજના વિધાર્થીઓ ગુજરાતી અવનવી વાનગીનો વિશે જાણે અને વાનગીઓનો સ્વાદ માણી શકે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી કરીને મુળ કાઠિયાવાડી ભાણું તરફ઼ પ્રેરાય. આજ ની ઇવેન્ટ કે જ દાદી નાની ની થાળી જેમાં પહેલાના સમયમાં દાદી અને નાની બાજરાના, જુવારના રોટલા, કઢી ખીચડી, દેશી શાકનું વ્યજંનો જે બનાવતા તેવા વ્યંજનો તરફ઼ પ્રેરાય તે માટે કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અવનવી ગુજરાતી વાનગીઓ બનાવવાનો અનહદ શોખ: મનીષા હરસોરા
કુકિગ કોમ્પિટીશનનમાં ભાગ લેનાર મનીષા હરસોરાએ જણાવ્યું કે કુકિંગ કોમ્પીટિશનનું સુંદર અયોજન કરવામાં આવ્યું હતું. મને રસોઈ બનાવવાનો અનહદ શોખ છે. આ કોમ્પિટીશનમા કાઠિયાવાડી ઢાબા બનાવવામાં આવ્યું. આ ઢાબામા ઓરમુ, ઘૂટો, ડાબરા, તુવેરદાળ ખીચડી, જુવારના રોટલા, ડ્રાયફૂટ, ગરમાળો, પાપડ, ચટણી, અવનવી ગુજરાતી વેરાયટી બનાવવામાં આવી હતી. ખૂબ જ આનંદની લાગણી છે કે મને ખૂબ જ સારી તક મળી છે. અગાઉ પણ રસોઈની સ્પર્ધામાં એવોર્ડ મળ્યાં છે.