છ મોબાઇલ સહિત રૂ ૬ર૫૦૦ નો મુદામાલ કબ્જે
અમરેલી જીલ્લામાં બનતાં મિલ્કત સંબંધી ગુન્હાઓના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે જરુરી સુચનાઓ આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. ના પોલીસ દ્વારા મોબાઇલ ચોરીના ગુન્હાના આરોપીને ઝડપી પાડેલ છે.પકડાયેલ આરોપીમાં વિપુલ ઉર્ફે ભુરીયો મગનભાઇ ચુડાસમા (ઉ.વ.૧૯)ધંધો મજુરી રહે. રજુલા મફતપરા અંટાળીયા મહાદેવ મંદીર પાસે ચોરીમાં ગયેલ મુદામાલમાં એક સફેદ ગોલ્ડ કલરનો મોબાઇલ , કાળા કલરનો એમઆઇ કં૫નીનો મોબાઇલ, ગોલ્ડ કલરનો વીવો કંપનીનો મોબાઇલ, સફેદ કલરનો ટેક કંપનીનો મોબાઇલ, કાળા કલરનો સેમસંગ કંપનીનો મોબાઇલ, કાળા કલરનો ઓપો કંપનીનો મોબાઇલ જે તમામ મોબાઇલની કિ. રૂ ૬૨૫૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.