ગીતગુર્જરીમાં સાતાકારી જશ-પ્રેમ ધર્માલયનું ભાવિકોની હાજરીમાં ઉદ્ઘાટન કરાયુ
ગીતગુર્જરી સ્થા.જૈન સંઘ-રાજકોટના આંગણે પુન:નિર્મિત જશ-પ્રેમ ધર્માલયમનું શાનદાર ઉદઘાટન અનુગ્રહ પ્રદાતા પૂ.શ્રી ધીરગુરુદેવના સાંનિઘ્યે શય્યાદાન-મહાદાન ના જયનાદે સંપન્ન થયેલ.
આ પ્રસંગે પૂ.નમ્રમુનિ મ.સા. તથા પ્રેરણાદાતા પૂ.હીરાબાઈ મ.સ.પ્રવર્તિની પૂ.વનિતાબાઈ મ.સ., પૂ.અજીતાબાઈ મ.સ. આદિ તથા બોટાદના પૂ.અરૂણાબાઈ મ.સ., તેમજ અમેરિકા, લંડન, મસ્કત, મુંબઈ, લાલપુર, ગોંડલ, જેતપુર, સીંગાપોર, ઈથોપીયા વગેરે ગામના ભાવિકોની હાજરી હતી. સુચિત્રા મહેતાના ભકિત સથવારે જૈનશાળાના નૃત્ય બાદ પૂ.ધીરગુરુદેવે જણાવેલ કે સમાજ સતા ઓનરશીપથી નહીં લીઝ પર આપે છે માટે ટ્રસ્ટી કે હોદેદારોએ દરેક સાથે મીઠો વ્યવહાર કરવો એ જ સાચી સેવા છે.
પૂ.નમ્રમુનિજીએ ઉપાસકોને તૈયાર કરવા જણાવેલ અને પૂ.સ્મિતાજી મ.સ.એ મહાવીર સભાગૃહ માટે ટકોર કરેલ. ડો.ચંદ્ર વારીઆ, દિલીપ મહેતા વગેરે ઘણા દાતાઓએ સંકલ્પ કરેલ હતો. જયારે નવકારશી બાદ બેન્ડના નાદે રીમોટથી ડો.પ્રભુદાસ અને ચંદ્રિકા લાખાણીએ ધર્માલયમ નામકરણનું અનાવરણ કર્યા બાદ શ્રી ગીતાબેન લલિતભાઈ શાહે રૂ.૨ લાખમાં રજત તાબોદઘાટનનો ચડાવો લઈ દ્વારોદઘાટન કરેલ.લીફટનો લાભ ડો.લાખાણી, દિલીપ મહેતા, રામભાઈ સીંધીએ લીધેલ હતું. સમારોહ મધ્યે આર્કિટેકટ દિલીપ પારેખ, નિર્માણ નિયોજક નિલેશ બાટવીયા અને સંઘ પ્રમુખ મીઠાઈ ત્યાગી શિરીષભાઈ બાટવીયા અને પ્લોટના માલિક દિવ્યેશ જસાણીનું સન્માન કરાયું હતું. વિવિધ સંકુલનું સર્વ વસુબેન મહેતા (સિંગાપોર) લલિતભાઈ બાવીસી (માહુંગા) દિલીપભાઈ મહેતા (મસ્કત), તેમજ નલીન બાટવીયા, જયેન્દ્ર દામાણી, જીતુભાઈ બેનાણી, દિલસુખભાઈ શેઠ, ભુપતભાઈ મહેતા, દેવીકાબેન પુનાતર, દીનાબેન બાટવીયા, નિતીન અજમેરા, હર્ષિદા સંઘવી, જે.એમ.પટેલ, વિજય બદાણી, ઈન્દિરાબેન કામદાર, મુકતાબેન પારેખ, ઈન્દુમતી રૂપાણી, તારાબેન ખંભાતવાળા વગેરે દાતાઓએ કરેલ.જૈનાચાર્ય પૂ.શ્રી જશાજી સ્વામી સ્મૃત્યર્થે નિર્મિત પાંજરાપોળ ગૌવિરામ વાટિકામાંરૂ.૧ લાખનો ચેક શશીકાંત વોરા, રાજેન બોઘાણી, ઈન્દુભાઈ કોઠારી, પ્રફુલ શેઠ, મુકુંદ બાવીસીના હસ્તે અર્પણ કરાયેલ હતું. જેતપુર સંઘના વિનુભાઈ કામાણી, જીતુભાઈ દેસાઈ વગેરેની વિનંતીની સ્વીકૃતિરૂપે પ્રવર્તિની પૂ.પુષ્પાબાઈ મ.સ.ની ચાતુર્માસની જય બોલાવી હતી. ગોંડલ સંઘના મનીષ પારેખે ૩ ફેબ્રુઆરીના ગાદી ઉપાશ્રયના નૂતનીકરણ ઉદઘાટનનું આમંત્રણ પાઠવેલ છે. યુવક મંડળે શિરીષભાઈ બાટવીયાનું સન્માન કરેલ. જશ-પ્રેમનગરીમાં ભાવિકોની ભરતી અને ઉત્સાહ સંભારણારૂપ હતો.