ઉધનામાં જાહેરસભામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપ્યા સંકેતો: ૨૦-૨૫ વર્ષ જૂના સૂચિતના મકાનો નહીં તોડાય
અમારી સરકાર ગામડાઓની સરકાર છે, રાજ્યમાં કુપોષણ નાબુદી અને સ્વચ્છતા અભિયાનમાં સહકારીક્ષેત્રને આગેવાની લેવાનું આહવાન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારી યોજનાઓના લાભ છેવડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે પણ અપિલ કરી હતી. અડાલજ સ્તિ ત્રિમંદિર સંકુલમાં ૭૪ હજાર મંડળીઓના પ્રતિનિધીઓને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યુ કે “પ્રાઈવેટ સેક્ટરની સ્પર્ધામાં સહકારી પ્રવૃતિઓ બંધ ન પડે. સરકાર તમારી જ છે. સંવાદના રસ્તે એકમેકના સહયોગી સૌનો સા- સૌના વિકાસ કરવાનો છે” આ અપિલ પુર્વે સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામ અમીને ક્ષેત્રે મજબૂત કરવા રાજ્યમાં ટ્રેઈનિંગ સેન્ટરો ઓછા હોવાની રાવ નાંખી હતી.
તમિલનાડુમાં ૧૯, મહારાષ્ટ્રમાં ૧૩ સેન્ટરો સામે ગુજરાતમાં માત્ર ૬ જ સંસઓ હોવાનું કહીને સહકારી શિક્ષણનુ ફલક વધારવા માંગણી કરી હતી. રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓ, અનેકવિધ સંસઓના પ્રખુખોની ઉપસ્થિતિમાં મળેલા સંમેલનમાં ટેકનોક્રિએટ સહકાર ક્રાંતિનું વિમોચન અને રાજ્ય સંઘની વેબસાઈટનું લોન્ચિંગ કરાયુ હતુ.
પૂર્વ સહકાર મંત્રી દિલિપ સંઘાણીએ જાણે વિરોધનો મોરચો ખોલ્યો હોય તેમ મંચ ઉપરી જ ઈન્કમટેક્સનો મુદ્દો ઉખેળ્યો હતો. ઈન્કમટેક્સ રદ્દ કરવા બે વર્ષી રજૂઆતો છતાંયે કેન્દ્ર સરકારમાં ઉકેલ આવ્યો ની” તેમ કહી સંઘાણીએ સહકારી સંસઓમાં સુબાઓના રાજ જેવુ વાતાવરણ હોવાના ઉચ્ચારણો કરતા મંચ પર મુખ્યમંત્રી સહિતના આગેવાનો સ્તબ્ધ ઈ ઉઠયા હતા. જો કે, તેમના પછી વ્યક્તવ્ય આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંઘાણીને રોકડુ પરખાવ્યુ કે “અમે અહીં સાંભળવા નથી આવ્યા ! જે સંસઓ નફો કરે તે ઈન્કમટેક્સ ભરે. તેમાં કંઈ ખોટુ ની.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે ઉધના ખાતે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે ખાનગી જગ્યા પર સુચીત સોસાયટીઓમાં વીસ પચ્ચીસ વર્ષી વસવાટ કરતા હોય તેવા લોકોના મકાનો તોડવા નહીં પડે તે માટે બિલ લવાશે. યુએલસીની જમીનમાં વીસ કરતા વધારે વર્ષી વસતા પરિવારોને કાયદેસર કર્યા બાદ હવે ખાનગી જગ્યામાં સૂચિત સોસાયટીઓમાં વીસ પચ્ચીસ વર્ષી વસવાટ કરતા લોકોના મકાનો તોડવા નહીં પડે. ગાય, ગંગા અને ગીતા અમારા માટે શ્રદ્ધાના કેન્દ્રો છે. વિધાનસભા સત્ર પૂરું થાય તે પહેલા ગૌવંશ હત્યાબંધી માટે કડક કાયદો રાજ્ય સરકાર લાવી રહી છે. ગાય, વાછરડાની કતલ કરનારાઓને જામીન પણ નહીં મળે.