ભારતમાં 25 કરોડ લોકો વોટસએપ વાપરે છે

30 જૂનને વિશ્વ સોશિયલ મીડિયા ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2010થી સોશિયલ મીડિયા ડે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.આજે કરોડો લોકો સોશિયલ મીડિયાનો કોઈ ને કોઈ રીતે ઉપયોગ કરે છે.ત્યારે ચોંકાવનારા આંકડા ખુલવા પામ્યા છે કે ઇન્ટરનેટ પર એક વ્યક્તિ સરેરાશ 26 મિનિટ ઓનલાઇન હોય છે.

વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર વગેરેથી અનેક પ્રકારની નુકસાની પણ વેઠવી પડે છે. આજે સમાજમાં લગ્નના ભંગાણ, યુવાનોમાં માનસિક હતાશા, વાહનોનાં અકસ્માતો સોશિયલ મીડિયાના અતિરેક ના કારણે જોવા મળે છે.

નકારાત્મક અસર

* શારીરિક ઇસરોમાં સ્થૂળતા, આંખોની બિમારી, કમરો દુ:ખાવો, અનિદ્રા જેવી નકારાત્મક અસરો જોવા મળે છે.
* લખવાની આદત છૂટી ગઇ, વ્યાકરણ ખરાબ થયું, સ્પેલિંગ કે શબ્દો ખોટા લખવાના થયા.
* રાજકીય ઉથલપાથલ કે અશાંત સ્થિતિમાં અફવાઓ વધી
* કુટુંબના સભ્યો વચ્ચે ફેસ ટુ ફેસ વાતચીત ઘટી

* ઓનલાઇન ખોટું બોલવું, અફવાઓનું પ્રમાણ વધ્યું
* ધ્યાન આપવાની શક્તિ ઘટી ગઇ
* વધુ પડતા ફોનના ઉપયોગથી રેડિએશનનો ભય વધ્યો
* સેલ્ફ લેવાનું વળગણ પાગલપનની હદ સુધી પહોંચ્યું

સોશિયલ મીડિયાના અતિરેકની અસરો

* સામાજિક પ્રસંગોમાં અતડાપણું
* ઇન્ટરનેટ, મોબાઇલનો વધુ પડતો ઉપયોગ
* વારંવાર ગુસ્સે થવું
* ઓછાં મિત્રો,શારીરિક સ્વચ્છતાનાં ધ્યાન ન આપવું
* આપઘાતના વિચારો કે પ્રયાસો
* અભ્યાસમાં પાછળ પડવું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.