સર્વે અગ્રણીઓ વરસાદી તબાહીમાં અસગ્રસ્તોને સહાય કરી

ટંકારામા શનિવારે વહેલી સવારે મેઘરાજાએ તોફાની વરસાદી વરસાવતા ચારે બાજુ પાણી પાણી કરી અંદાજે ૧૫ ઈચ જેટલો રેકોર્ડ બ્રેક વરસાદ પાંચ કલાક સુધી વહાવી દેતા વરસાદી જળ ભયજનક સપાટી સુધી આવી ગયુ હતું અને લોકોમા ભયનુ લખલખુ પ્રસરી ગયુ હતું.

કલેકટર મોરબી, ડે.કલેકટર, ડિડિઓ, મામલતદાર, પોલીસ, તલાટી, ફાયરના જવાનો, સરપંચશ્રીઓ સાથે ટંકારા ધારાસભ્ય બાવાનજીભાઈ મેતલીયા ભાજપના કિરીટ અંદરપા, અરવિંદ બારૈયા પ્રભુ કામરીયા તથા કોંગ્રેસના લલિત કગથરા, ભુપત ગોધાણી, મહેશ રાજકોટીયા, ધનશ્યામ જાકાશણીયા, જગદીશ કામરીયા સાથે ટંકારા સામાજિક કાર્યકર પ્રતિક આચાર્ય, લાલાભાઈ, રાજ પંડયા, સંજુબાબા, ફિરોઝભાઈ, સિધ્ધી વિનાયક ગ્રુપ. ઈશ્ર્વરલાલ ધેટીયા બિપીન પ્રજાપતિ, અરજણભાઈ ઝાપડા, ટંકારા પાસ ટિમના સવસાણી ઝખરો, ગપીભાઈ અને સાગર સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારે તંત્ર સાથે સૌએ ખંભેખંભો મિલાવી પીડિતોને મદદ કરી હતી.ભાજપ અને કોંગ્રેસ સાથે મળી ટંકારાનાં અસરગ્રસ્ત પરિવારને સહાય કરવા તથા ખેતરો અને ખેત ઓઝાર ની નુકશાની નુ સર્વે કરવા અને તાત્કાલીક અસરથી વળતર ચૂકવવા રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.