ચાર દિવસથી ઊપવાસ છતા તંત્ર ફરક્યું નહીં
ધ્રાગધ્રા તાલુકા પંચાયત સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા ઉમેશભાઇ સોલંકી નામના સામાજીક કાયઁકર દ્વારા છેલ્લા ચાર દિવસથી પ્રતિક ઉપવાસ શરુ કરાયા છે. જેમા સામાજીક કાયઁકર દ્વારા જણાવાયુ છે કે ધ્રાગધ્રા પંથકમા મોટાભાગના ગામોમા બનાવેલા શૌચાલયમા ભ્રષ્ટાચાર કરાયો છે. જે તે કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીઓની સાથે સાંઠગાંઠ રાખી કરોઠો રુપિયા ચાઉ કરાયા છે તેવા આક્ષેપ સાથે ચાર દિવસ પહેલા તાલુકા પંચાયત પાસે ભુખ હડતાલ પર બેઠેલા ઉમેશભાઇ સોલંકી નામના કાયઁકર પાસે આજ દિન સુધી હજુ સુધી કોઇ તંત્રના અધિકારી અથવા તો રાજકીય આગેવાન ફરક્યા નથી. આ બાબતે ઉમેશભાઇ સોલંકી દ્વારા જણાવાયુ હતુ કે ઘેર-ઘેર શૌચાયલ યોજના સરકારની છે જેથી કોન્ટ્રાક્ટરો, સરકારી અધિકારીઓ દ્વારા આચરવામા આવેલા ભ્રષ્ટાચાર સામે સરકાર કઇ કરશે નહિ પરંતુ વિપક્ષ પણ આ બાબતે નબળો સાબિત થયો છે કારણ કે જો વિપક્ષ મજબુતીથી આ સમગ્ર કૌભાંડ સામે સરકારને સવાલ કરશે તો અધિકારી સહિત તમામ ભ્રષ્ટાચારીઓને રેલો આવે તેમ છે. ત્યારે હાલ તો છેલ્લા ચાર દિવસથી ઉપવાસ પર બેઠેલા આંદોલનકતાઁની તબિયત નાદુરુસ્ત હોવાનુ પણ જાણવા મળ્યુ છે. પરંતુ શૌચાલય કૌભાંડની વિજીલ્યન્સ તપાસ થાય તેવી હઠ પકડી બેઠેલા કાયઁકરની તબીયત લથડાય તે પહેલા તંત્ર દ્વારા બાહેધરી આપી તપાસ શરુ કરાય છે કે કેમ તે જોવુ રહ્યુ…?