હથિયાર પરવાના મુદ્દે હળવદ પ્રાંત અધિકારી ના વિરુદ્ધ આત્મવિલોપન ની ચીમકી આપ્યા બાદ દવા પી લીધી: નિર્ભર તંત્રને ફરક ન પડ્યો

સામાજિક કાર્યકર ઝરણાં જોશીએ સ્વ-રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા કરેલી અરજી બાદ હળવદ પ્રાંત અધિકારીએ તેણી વિરુદ્ધ અભદ્ર વર્તન કરતા ગઈકાલે ઝેરી દવા પી લઇ ઝરણાંએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે

જાણવા મળતી વિગતો મુજ્બ સિરામિક ફેક્ટરીઓમાં બાળમજૂરી સામે લડત આપતી ઝરણાં જોશીએ સ્વ-રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા અરજી કરી હતી જે અન્વયે મામલતદાર ના રિપોર્ટ બાદ હળવદ પ્રાંત અધિકારી દ્વારા રૂબરૂ નિવેદન માટે બોલાવી અધૂરા લખાણ વાળા કાગળમાં સહી કરવી લેવાનો આરોપ લગાવી ઝરણાં જોશીએ જિલ્લા કલેકટર ને  આ મુદ્દે ન્યાય આપવા માંગણી કરી હતી અને જો યોગ્ય ન્યાય નહિ મળે તો તારીખ ૨૦ના રોજ કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન ની ચીમકી આપી હતી.

બાદ માં આત્મવિલોપન ની ચીમકીને કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગઈકાલે કલેક્ટર કચેરીમાં જડબેસાલાખ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.પરંતુ ઝરણાં જોશીએ કલેકટર કચેરીમાં પ્રવેશતા અગાઉ જ ઝેરી દવા ગટગટાવી લેતા તેણી ને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવા માં આવી હતી જ્યાં પોલીસ કારવાહી કરી તેણી નું નિવેદન લીધું હતું.

દરમિયાન ઝરણાં જોશી નો સંપર્ક સાધતા તેને જણાવ્યું હતું કે કલેક્ટર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી અને મારી લડાઈ હજુ ચાલુ જ રહેશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.