અનેક ક્ષતિઓ સામે આવી: અધિકારીઓને તાત્કાલીક અસરથી ક્ષતિઓ દુર કરવા તાકીદ

રાજકોટ મહાનગરપાલિકા સમાજ કલ્યાણ સમીતી ચેરમેન આશિષભાઇ વાગડીયા દ્વારા રેસકોર્ષ સંકુલ ખાતે સ્વીમીંગ પુલ, જીમ, એથ્લેટીક ટ્રેેક તેમજ ઇન્ડોર સ્ટેડીયમની મુલાકાત લઇ સરપ્રાઇઝા વિઝીટ ચેકીંગ કરવામાં આવ્યું છે.

આ મુલાકાતમાં સમાજ કલ્યાણ સમીતી ચેરમેન આશિષભાઇ વાગડીયા સાથે શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી તેમજ ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી. રેસકોર્ષ સંકુલના ડી.એન. ડોડીયા, ગ્રાઉન્ડ કો.ઓર્ડીનેટર મનોજભાઇ દવે ઉપરાંત નીમીષભાઇ ભારદ્વાજ, બંકીમભાઇ જોષી વગેરે પાલિકાના પદાધિકારી તથા હાજર ઉ૫સ્થિત રહ્યા હતા.

જેમાં અલગ અલગ વયજુથના લોકો સાથે પ્રત્યક્ષ વાતચીત કરી એમના પ્રશ્ર્નો જાણી તત્કાલમાં તેમના નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરાય તેવા સુચનો આપવામાં આવ્યા હતા. વધુ વિગતમાં સમાજ કલ્યાણ સમીતી ચેરમેન આશિષભાઇ વાગડીયાએ જણાવ્યું હતું કે તેઓ ત્યાં વીઝીટ ઉપર જઇ હજાર રહેલ દરેક વય જુથના લોકો જેમ કે બાળકો, યુથ, સીનીયર સીટીઝન્સ, સંકુલના મેમ્બરો વગેરેની સાથે પ્રત્યક્ષ વાતચીત કરી તેમના પ્રશ્નો ઘ્યાનમાં સંભાળ્યા છે.

અને તેઓ રાજકોટ પાલિકા દ્વારા પુરી પડાયેલી આ બધી વ્યવસથી સંતુષ્ટ છે કે કેમ તે જાણવા પ્રયત્નો કર્યો હતો. જેમાં જે તે સ્થળની કોઇ સમસ્યા પણ જો હોઇ તો તે જણાવતા નિર્દેશ કર્યો હતો. જેમાં અમુક રજુઆતો ત્યાંના મેમ્બરો દ્વારા કરવામાં આવી જેમ કે એથ્લેટીક ટ્રેક ખાતે રેગ્યુલર વોકીંગ અને રનીંગ કરતા લોકો વચે ડીફરન્સીએટ કરવા પ્લાસ્ટિક કોણ મુકાવવા, ગોળા ફેંક રમત માટે કેજ બનાવવું જેથી લોકો કોઇ ભય વિના ગોળો ફે:કી શકે અને સલામતીથી અન્ય રમતો પણ રમી શકે તેમજ વોકિંગ અને રનીંગ કરતા લોકો માટે વોકીંગ-  રનીંગ દરમ્યાન વચ્ચે બેસવા માટે શેડ બનાવવા જેથી વરસાદ કે અન્ય કોઇ કારણોસર ત્યાં બેસનારને રક્ષણ મળી રહે.

ઉપરાંત રેસકોર્સ ઇન્ડોર સ્ટેડીયમ ખાતે અલગ અલગ રમતો રમવાની સુવિધાઓ પણ છે જેમ કે બેડમિન્ટન, ટેબલ ટેનીસ વગેરે… તેમજ ઇન્ડોર સ્ટેડીયમ ખાતે પણ એક જીમ આવેલું છે તો ઇન્ડોર સ્ટેડીયમમાં હજુ વધુ સાધનો મુકવાની રજુઆત પણ ત્યાં હજાર મેમ્બરો દ્વારા કરવામાં આવી હતી .

જેથી હજુ વધુ લોકો રાજકોટ પાલિકાની આ સેવાનો લાભ લઇ શકે. તો આ રીતે સમાજ કલ્યાણ સમીતી ચેરમેન આશિષભાઇ વાગડીયા તેમજ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ સરપ્રાઇઝ વીઝીટ ચેકીંગમાં આશિષભાઇ વાગડીયા દ્વારા ત્યાં હજાર રહેલા લોકો તેમજ રેગ્યુલર મેમ્બરની રજુઆતો અને પ્રશ્નો સંભાળવામાં આવ્યા.

ત્યારબાદ સમાજ કલ્યાણ સમીતી ચેરમેન આશિષભાઇ વગાડીયાએ જે તે પ્રશ્ર્નના નિરાકરણ માટે સંબધીત ખાતાકીય અધિકારીઓને જાણ કરી સુચના આપી અને વહેલામાં વહેલી તકે બધા પ્રશ્નો અમને રજુઆતોની નિરાકરણ કરવા અધિકારીઓને કાર્યવાહી હાથ ધરવાનું કહેવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.