હાલો કોરોના વાયરસની બીજી લહેરે દેશના તમામ રાજ્યોને બાનમાં લઈ લીધા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી તેમજ ગુજરાતની હાલત વધુ કથળતી જઈ રહી છે. મહામારીના કપરા કાળમાં પણ અમુક આવારા તત્વો ખોટી માહિતી ફેલાવી લોકોમાં ગભરાહટ ફેલાવે છે. વાયરસની આ મહામારીમાં પણ જાણે સોશિયલ મીડિયાનો વાયરલ “વાઇરસ” ઘૂસી ગયો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. એક તરફ લોકો અગાઉથી જ હેરાન પરેશાન છે. એવામાં સોશિયલ મીડિયા પર ફરતી ખોટી ખબરો વાંચી લોકો વધુ પેનિક (ગભરાઈ)થઈ જાય છે. આ મુદ્દા તરફ ધ્યાન દોરી સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને દિશા
નિર્દેશ આપ્યા છે. અને ભજ્ઞદશમ-19ને સંબધિત ખોટા કોમેન્ટ, પોસ્ટ ડીલીટ કરવા તાકીદ કરી છે. સરકારે ટ્વિટર પર હાલ આવી 100 પોસ્ટ્સ હટાવવા નિર્દેશ કર્યો છે. તેઓએ જણાવ્યું કે કેટલાક વપરાશકર્તાઓ નકલી અથવા ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. દેશની પરિસ્થિતિ અંગે ગભરાટ પેદા કરી રહ્યા છે. આ પ્રકારની છબીઓ અથવા વિઝ્યુઅલ્સ, કમેન્ટ તેમજ સંવેદનશીલ પોસ્ટ્સ અને કોવિડ -19 પ્રોટોકોલ વિશેની ખોટી માહિતી તાત્કાલિક દૂર કરવા ટ્વીટરની કંપનીને આદેશ કરાયા છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે કહ્યું કે કોવિડ-19 સામે સામુહિક લડતમાં મદદ માટેની વિનંતીઓ તેમજ સૂચનોનું સરકાર સ્વાગત કરે છે, પરંતુ અનૈતિક હેતુઓ માટે આ ગંભીર માનવતાવાદી કટોકટી દરમિયાન જે વપરાશકર્તાઓ સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કરી રહ્યા છે તે લોકોને સાંખી લેવાશે નહીં અને આવા તત્વો સામે કાર્યવાહી કરવી જરૂરી છે.