જો તમે અમેરિકા જવાનું ઇચ્છતા હો તો તમારે વિસા એપ્લિકેશનની સો તમારા તમામ જૂના ફોન નંબર્સ, ઇમેલ એડ્રેસ અને સોશ્યલ મીડિયા હિસ્ટ્રીની ડીટેલ આપવી પડી શકે છે. પોતાની ‘તપાસ પ્રક્રિયા’ હેઠળ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ઇચ્છે છે કે આવનારી એવી દરેક વ્યક્તિને રોકવી જોઇએ કે જે દેશ માટે ખતરો બની શકે છે. ફેડરલ રજિસ્ટ્રેશન સમક્ષ એક ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે નોન-ઇમિગ્રેશન વિસા પર જે અમેરિકામાં આવવા ઇચ્છે છે તેણે નવા નિયમો પ્રમાણે અનેક સવાલોના જવાબ આપવા પડશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટનું અનુમાન છે કે નવા વિસા ફોર્મ્સી ૭,૧૦,૦૦૦ ઇમિગ્રાન્ટ્સ અને ૧.૪ કરોડ નોન-ઇમિગ્રાન્ટ્સ વિસા અરજદારોને અસર થઇ શકે છે.
ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે વિસા અરજદારોએ પોતાની આઇડેન્ટિફિકેશન તા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના હેન્ડલ્સની જાણકારી ઉપલબ્ધ કરાવવી પડશે. અરજદારો પાસેથી છેલ્લા પાંચ વર્ષમાં ઉપયોગમાં લેવાયેલા ફોન અને મોબાઇલ નંબર્સની ડીટેલ પણ માંગવામાં આવી શકે છે.
અન્ય પૂછાનારા સવાલોમાં પાંચ વર્ષ સુધી વાપરવામાં આવેલા તમામ ટેલિફોન નંબર્સ, ઇમેલ એડ્રેસ અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ (વિસા અરજદારને કોઇ દેશે દૂર કર્યા હોય કે ડીપોર્ટ કર્યા હોય તેની વિગત) અને ફેમિલીના કોઇ મેમ્બર્સ આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયા હોય તો તેને લગતા સવાલોના જવાબ આપવા પડશે. જોકે, તે સ્પેશિફિક વિસા ક્લાસિફિકેશન્સ જેવા કે મોસ્ટ ડિપ્લોમેટિક અને ઓફિશ્યલ વિસા અરજદારો માટે પૂછાતા પ્રશ્નો તે નહિ પૂછે.
નવી વિસા ફોર્મના પ્રસ્તાવ પર લોક અભિપ્રાય માટે ૬૦ દિવસ. ડોક્યુમેન્ટ પ્રકાશિત યા પછી પ્રાસ્તાવિક નવા વિસા ફોર્મ પર લોકો પાસેી ૬૦ દિવસની અંદર અભિપ્રાયો અને કોમેન્ટ્સ માંગવામાં આવશે. ડોક્યુમેન્ટમાં જણાવ્યું છે કે એક સવાલ વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ અંગે આપવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,