વિશ્ર્વના સૌથી ધનીક વ્યકિતનો ફોન ‘હેક’: ફેસબુક અને એપલ વચ્ચે આરોપ-પ્રતિઆરોપની સ્થિતિ
હાલ, સમગ્ર વિશ્ર્વમાં સોશ્યલ મીડીયાનો અતિરેક ઉપયોગ અનેક વિધ રીતે ઘાતક સાબીત થઇ રહ્યું છે. પ્રશ્ર્નએ પણ ઉદભવીત થાય છે કે હાલ વૈશ્ર્વિકસ્તર પર જે હેકીંગના બનાવો બની રહ્યા છે, તેમાં સોશ્યલ મીડીયાનું વાયરસ કે સાધનોની ક્ષતિ કારણભૂત, તયારે હાલ હેકરોએ વિશ્ર્વ આખાને બાનમાં લીધું છે. તેવું લાગણી રહ્યું છે.
હાલ એ વાતની સ્પષ્ટતા થઇ રહી છે કે, વિશ્ર્વમાં સૌથી ધનીક વ્યકિત એટલે જૈફ બેઝોસનો એપલનો ફોન હેક થઇ ગયો છે.ત્યારે ફેસબુક અને એપલ અને પ્રતિ આરોપ લગાવી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઇ નકકર પરીણામ આવ્યું નથી. આ મુદ્દાને લઇ લગાતાર નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે.કે અને એ વાતની પણ સ્પષ્ઠતા થઇ રહી છે કે મોબાઇલ ફોનમાં ડેટા પણ ચોરી થયા હોય,
બેઝોસના ફોનમાં હેકિંગની માહીતી મેળનાર કંપની એફ.ટી.આઇ. ક્ધસલ્ટન્સીએ આશંકા જાહેર કરી છે કે સાઉદી ક્રાઉન પ્રિન્સે એમેઝોન ચીફને વાયરસ વીડીયો મોકલ્યો હોઇ પરંતુ હાલ એ વાતની કોઇ જ પૃષ્ટિ થઇ શકી નથી.ત્યારે કયાંકને કયાંક હેક અંગે ફેસબુક અને વોટસ એપને કસુરવાર માનવામાં આવી રહ્યું છે.
જે આરોપને નકારતા ફેસબુકએ જણાવ્યું હતું કે તે ફોન હેક થયામાં ફેસબુક કે વોટસએપ નહિ, પરંતુ સિસ્ટમમાં ઓપરેટીંગ સિસ્ટમમાં ખામી હોઇ શકે છે. ત્યારે આ અંગે એપલ કંપનીએ ચૂપકીદી રાખી છે, જે અનેક પ્રશ્ર્નો ઉદભવીત કરી રહ્યું છે.ફેસબુકનાં વાઇસ પ્રેસીડેન્ટ નીકોલા મેન્ડલસન એ જણાવ્યું હતું કે, આઇઓએસમાં માઘ્યથી જૈફ બેઝોરાનો ફોન હેક થઇ શકયો હોઇ શકે છે.
હાલ જે રીતે સોશ્યલ મીડીયા પ્લેટ ફોર્મ માટે સુરક્ષા અને સલામતી હોવી જોઇએ તેનો અભાવ ઘણા ખરા અંશે જોવા મળી રહ્યો છે. ત્યારે જો આગામી સમયમાં સાઇબર સિકયુરીટી ઉપર ઘ્યાન કેન્દ્રી કરવામાં નહિ આવે તો ઘણી માઠી અસરનો સામનો દેશ અને વિદેશના લોકોએ કરવો પડશે.
હાલ વિશ્ર્વના નામાંકિત લોકોનાં ડેટા હેકરો ચોકસાઇ પૂર્વક હેક કરી રહ્યા છે. જેથી સોશ્યલ મીડીયા હવે ભરોષાપાત્ર રહ્યું નથી. જો આગામી દિવસોમાં સાયબર સિકયુરીટી ઉ૫ર ઘ્યાન કેન્દ્રી નહિ કરવામાં આવે તો હેકરો સમગ્ર વિશ્ર્વને બાનમાં લઇ શકે છે.
વિશ્ર્વનાં સૌથી ધનીક વ્યકિત એવા જૈફ બેઝોસનો ફોન હેક થવો એ નાની સુની વાત નથી. ત્યારે હજુ પણ આ અંગે કોઇ સ્પષ્ટતા અને કોઇ નકકર સમાધાન આવી શકયું નથી. માત્ર આરોપી અને પ્રતિઆરોપ જ લગાવવામાં આવી રહ્યા છે.ત્યારે આ કેસમાં ઘણા ખરા ખુલાસોઓ થશે તેવી શકયતા પણ જોવા મળી રહી છે. જોવાનું એ રહ્યું કે આ મુદ્દો કેવી રીતે અને કેટલા સમયમાં પૂર્ણ થશે અને હેક કોના દ્વારા કરવામાં આવ્યું છે તે અંગે વિગતો મળશે?