ટવિટર ભડકાઉ ક્ધટેન્ટ હટાવે અન્યથા દંડ અને જેલની સજા માટે તૈયાર રહે: સરકારની ચેતવણી
સોશિયલ મીડિયાને ‘ચડ્ડી’માં રહેવું જરૂરી: સરકાર સોશિયલ મીડિયાનો અતિરેક દેશ માટે જોખમી
લોકસોભામાં પડઘા: ગૃહ સ્થગિતની હારમાળા
આજના ર૧મી સદીના આધુનિક યુગમાં ઇલેકટ્રોનીક ઉપકરણોનો ઉપયોગ વધતા ડીજીટલ સેવાનો વ્યાપ ખુબ વઘ્યો છે. એમાં પણ સોશ્યલ મીડિયા પર રાત-દિવસ યુઝર્સ રચ્યા પચ્યા રહે છે. જો કે, સિકકાની બે બાજુની જેમ આના સારા અને નરસા એમ બન્ને પરીબળો છે.
પરંતુ હાલના સમયમાં સોશ્યલ મીડિયાનો ‘વાયરસ’ વાયરલ બનતા દરેક ક્ષેત્રે નકારાત્મક અસરો ઉપજતા ઉપદ્રવ મચી રહ્યો છે. આવું જ અત્યારે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં બન્યું છે. સોશ્યલ મીડિયાનો ‘વાયરસ’ આંદોલનકારીઓમાં ધુસતા દેશ ચોકન્નો બની ગયો છે. નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા આંદોલને સંયુકત રાષ્ટ્ર સહિત વિશ્ર્વ આખાનું ઘ્યાન ખેંચ્યું છે. મસમોટા વિદેશી હસ્તીઓએ આ મુદ્દે સોશ્યલ મીડિયાના માઘ્યમથી ટવીટ કરી આંદોલનકારીઓનો પક્ષ રાખ્યો છે. ટવીટર પર હેઝટેટ સાથે ઘણા ટવીટ ટેન્ડ્ર થઇ રહ્યા છે. જેનાથી દેશમાં હિંસા ભડકે તેવી પણ ભીતિ છે. આને લઇ સરકારે એકશનમાં આવી ટવિટરને નોટીસ ફટકારી છે. ટવીટર ‘ચકી’માં રહે, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ કંપનીઓ મર્યાદામાં રહે, વાણી અને અભિવ્યકિતની સ્વતંત્રતાના નામે ભડકાઉ પોસ્ટને પ્રોત્સાહન ન આપી તત્કાલીન પણે આવા ક્ધટેન્ટ દ્રષ્ટિ અને એકાઉન્ટ ડીલીટ કરે અન્યથા દંડ અને જેલની સજા ભોગવવા તૈયાર રહે તેવી ચેતવણી આપી છે.
હાલના ડીજીટલ યુગમાં વિરોધ પણ ‘ડિજીટલ’ બન્યો છે. લોકો ફેસબુક, યુ ટયુબ, ટવિટર, ઇન્સ્ટ્રાગ્રામ જેવા સોશ્યલ મીડિયાના માઘ્યમોનો વિરોધ માટે ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારે સોશ્યલ મીડિયાનો અતિરેક દેશ માટે જોખમીમજય છે. આ જ ભીતિને લઇ ઘણીવાર પ્રભાવિત ક્ષેત્રોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવે છે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ દેશમાં હિંસા, ભાગલાનું કારણ બને તેનાથી વિશેષ કોઇ મોટી હાનિ ન હોઇ શકે, આ મુદ્દે લોકસભા ઉપરાંત દેશભરમાં ઘેરા પડઘા પડયા છે. ગૃહમાં વિપક્ષોએ હોબાળો મચાવતા સ્થગિતની હારમાળા સર્જાઇ હોય, તેમ દર કલાકે લોકસભાની કાર્યવાહી બંધ કરી દેવામાં આવી હતી, ટવિટર સહિતના પ્લેટફોર્મને તે નિશાને સાધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોઇપણ વ્યકિત, સંગઠન કે દેશ કે સોશ્યલ મીડિયા કંપનીઓ ભારતની એકતા, અખંડીતાને નુકશાન પહોચાડશે તો તેને જરાય સાંખી લેવાશી નહીં.
ખેડુત આંદોલન મુદ્દે ટિપ્પણીયો કરનાર વિદેશી હસ્તીઓને ‘દેશ’નો જવાબ
બોલીવુડ સેલીબ્રીટીઓથી માંડી સામાન્ય માણસે પ્રતિક્રિયા આપી
ખેડુત આંદોલનને સંયુકત રાષ્ટ્ર સહિત વિશ્ર્વભરના લોકોનું ઘ્યાન ખેંચ્યું છે. આ મુદ્દે અમેરિકાની પોપ સ્ટાર રિહાના, કલાઇમેન્ટ ચેન્જ એકિટીવીસ્ટ ગેટા પનબર્ટ સહિતના લોકોએ ટવીટરના માઘ્યમથી નિવેદન આપી ખેડુતોનો પક્ષ લીધો હતો. જેની સામે મોદી સરકાર બોલીવુડ સેલીબીટીથી મોદી સામાન્ય માણસે ઉકળી ઉઠી વળતો જવાબ આપ્યો છે. અક્ષયકુમાર, અજય દેવગણ સહિતના અભિનેતાએ નિવેદનો આપ્યા હતા. વિદેશ મંત્રાલયે સણસણતો જવાબ આપતા કહ્યું કે, આ મામલો ભારતનો આંતરિક છે. ‘બહાર’ના ઓએ એજન્ડા સેટ ન કરવા જોઇએ, સોશ્યલ મીડિયા પર ટીપ્પણી કરતા પહેલા સમગ્ર મામલો જાણી લેવો જોઇએ.