સોશિયલ મીડિયા લોકો માટે ખૂબ ફાયદાકારક છે પરંતુ ઘણી વખતે આ સોશિયલ મીડિયાના લોકીઓ માટે ઘાતક સાબિત થાય છે. હજુ ગઈ કાલે જ રાજકોટમાં મહિલા પોલીસ સ્ટેશનના PIનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવામાં આવ્યું હતું ત્યારે આવી જ એક જ ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં એક યુવતીના સોશીયલ મીડીયા ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવીને તેણીને ધમકી આપવામાં આવી હતી,
મળતી માહિતી મુજબ આ ઘટના સુરતની છે જ્યાં ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવીને તેમાં યુવતીના ફોટો મુકી યુવતીના બિભત્સ ફોટો બનાવવાની યુવક ધમકી આપતો હતો. યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર pate_jinga અને vasava_sonu_401ના ફેક એકાઉન્ટો બનાવ્યા હતા.
આ ફેક એકાઉન્ટ બનાવનાર ઇસમે યુવતીને pate_jinga નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી vasava_sonu_401 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરવા જણાવવ્યુ હતું. તેથી યુવતીએ ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. રીક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ તેણીને સમજાયું કે આ આઈડીમાં vasava_sonu_401 ફોટા મુકવામાં આવ્યા હતા. ID બનાવનારે યુવતીના કેટલાક બીભત્સ ફોટા બનાવીને યુવતીને બદનામ કરવાની ધમકી આપી હતી. તેથી આ સમગ્ર મામલે યુવતીએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો.
યુવતીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો અને આરોપીને જગદીશ પ્રકાશભાઇ મકવાણાની ધરપકડ કરી હતી.પોલીસે ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.