સોશિયલ મીડિયા પર આજકાલ લોકો વીડિયો કે તસવીરો અપલોડ કર્યા બાદ ઝડપથી વાઇરલ થઇ જાય છે. જેના કારણે કેટલાકનું નસીબ પણ ખૂલી જતુ હોય છે. આવી જ એક અજીબોગરીબ ઘટનામાં બ્રાઝીલના માર્ગો પર ઝાડુ લગાવનાર મૉડલ બની હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગરીબીના કારણે રોડ પર ઝાડુ લગાવનાર આ છોકરી સોશિયલ મીડિયાના કારણે ચર્ચામાં આવી છે.
વાત જાણે એમ છે કે, રીટા માટોજ બ્રાઝિલના માર્ગો પર ઝાડુ લગાવતી હતી. 25 વર્ષિય આ છોકરી એક દિવસ પોતાના મિત્રોની સાથે રોડ પર ઝાડુ લગાવી રહી હતી ત્યારે કોઇએ તેની તસવીર ઇન્ટરનેટ પર અપલોડ કરી દીધી હતી. ત્યાર બાદ કેટલાક લોકોએ આ તસવીરને શેર કરી હતી. જોતજોતામાં આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી. કેટલાક લોકોએ તો છોકરીને સુંદર સ્વીપર કહી તો કોઇએ કહ્યું કે, આટલી સુંદર છોકરી ઝાડુ કેવી રીતે લગાવી શકે છે. દરેક લોકોનું માનવું હતું કે, આ છોકરીએ મૉડલિંગ કરવું જોઇએ.
જો કે, વાયરલ થયેલી આ તસવીર બાદ કેટલાક લોકોએ તેને મૉડલિંગની ઓફર આપી રહ્યાં હતા. જ્યારે રીટાને તેની તસવીર વાયરલ થયાની જાણ થતાં તેને વિશ્વાસ આવતો ન હતો પરંતુ, જ્યારે તેને મૉડલિંગની ઓફર આવવા લાગી ત્યારે તેને વિશ્વાસ થયો હતો. બાદમાં તેની લાઇફ બદલાઇ ગઇ, અને તેણે ઝાડુ છોડીને મૉડલિંગમાં ઝંપલાવ્યું હતું.