ઓસ્ટ્રેલિયામાં અને યુરોપના અનેક દેશોની જેમ ભારતમાં પણ આ કાયદો લાવવાની હિલચાલ
જેમ અન્ય ક્ધટેન્ટ ક્રિએટરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વળતર આપે છે. તેમ હવે સમાચારના ક્ધટેન્ટ મેકર્સને પણ વળતર ચૂકવવાનો સરકાર કાયદો લાવવાની તૈયારીમાં છે. ગુગલ, ફેસબુક, ટ્વીટર, ફેસબુક, યુટ્યુબ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે આ નિયમ લાગુ પડવાનો છે. જો કે ઓસ્ટ્રેલિયામાં અને યુરોપના અનેક દેશોમાં આ કાયદો અગાઉથી જ લાગુ છે. આઇટી અને ઈલેક્ટ્રોનિક્સ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ અંગે જણાવ્યું હતું કે, સરકાર આઇટીના અનેક જુના કાયદાઓમાં ફેરફાર કરવા કમર કસી રહી છે. જેના ભાગરૂપે ન્યુઝ ક્ધટેન્ટ માટે પણ નવો કાયદો લાવવાની વિચારણા પ્રગતિ હેઠળ છે. તેઓએ જણાવ્યું કે અત્યાર સુધી અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ક્ધટેન્ટ ક્રિએટરને વળતર આપતા આવ્યા છે. સોશિયલ મીડિયા સાથે લોકોને જકડી રાખવા ક્ધટેન્ટ ક્રિએટરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ વળતર આપવામાં આવતું હતું. પણ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ન્યુઝ ક્ધટેન્ટ માટે પણ વળતર ચૂકવવાનો નવો નિયમ આવી શકે છે. ભારતીય અખબાર અને ડિજિટલ પબ્લિશિંગ સંસ્થાઓએ જણાવ્યું હતું કે ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને સ્પેન સહિત ઘણા દેશોએ ન્યુઝ ક્ધટેન્ટ માટે વળતરનો કાયદો પસાર કર્યો છે જેમાં ગુગલ સહિતની ટેક કંપનીઓ આ વળતર આપી રહી છે. તેઓએ એવી માંગ કરી છે કે ભારતમાં પણ આ પ્રકારનો કાયદો લાવવામાં આવે.
નાચનાર-ગાનારના ક્ધટેન્ટને પૈસા અપાઈ રહ્યા છે તો મીડિયાના ક્ધટેન્ટને કેમ નહિ?
મીડિયા હાઉસોએ એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે ન્યુઝ ક્ધટેન્ટ સૌથી વધુ વંચાઈ છે. નાચનાર- ગાનારના ક્ધટેન્ટને સોશિયલ મીડિયા પૈસા આપી રહી છે. બીજી તરફ ન્યુઝ ક્ધટેન્ટનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફ્રીમાં ફાયદો ઉઠાવી રહી છે. માટે હવે ન્યુઝ ક્ધટેન્ટનું પણ વળતર ચૂકવવામાં આવે.