દરેક પ્રતિસાદ, પોસ્ટ તેમજ ઓનલાઇન સ્ટેટસ તમારી પ્રાઇવસીને તોડી શકે છે

સોશિયલ મીડીયાનો ઉપયોગ લગભગ દરેક લોકો કરતાં જ હોય છે ત્યારે આ માઘ્યમ આપણને લોકો વચ્ચે ખુલ્લુ પાડે છે. સોશિયલ મીડીયા પર કોઇપણ વસ્તુ વાયરલ કરી શકાય છે પણ સોશિયલ મીડીયા ખુદ મોટુ વાયરસ છે. તમને લાગે કે તમે ઓફીસરમાં એકલા છો પરંતુ તમે હકીકતમાં હજારો લોકોના સોશિયલ મીડીયા સવિલન્સમાં હોય છો. ટવીટર, લીંકડીન, જુવા કનેકશન તમારી પ્રાઇવસીને ખલેલ પહોચાડે છે.

સોશિયલ મીડીયા પર તમામ લોકો ઓળખીતા જ નથી હોય ઘણાં અજાણ્યા પણ હોય છે. સોશિયલ મીડીયા પર પહેલા ઘ્યાન રાખવા જેવી બાબત કે તમે એકલા નથી. માટે વ્યવસ્થીત વહેવાર, પહેરવેશ, બોડી લેન્ગવેજ રાખવી જરુરી છે જો તમને લાગતું હોય કે તમે એકલા છો.

તો આ વાત તદન ઇલ્યુઝન છે હવે વિચારો કે તમે કોઇ પરિસ્થિતિની વચ્ચે છે અને તમે કોઇ મુછા પર વિચારો વ્યકત કરી રહ્યા છે. અને તમને જે વસ્તુ નથી ગમતી તેના વિશે તમે રિએકટ કરી રહ્યા છો. તેવી જ રીતે તમે સોશિયલ મીડીયા પર જે પોસ્ટ અથવા વિચારો વ્યકત કરો છો તે બની શકે કે અન્યને  ન ગમે અને અજાણ્યા લોકો  સુધી પણ આપની વાત પહોંચી શકે છે. જો કે દરેકના વિચારોને આપણે બદલી શકતા નથી. પણ અર્થનું અનર્થ થતા વાર લાગતી નથી. શું સોશિયલ મીડીયા પર જોડાયેલા તમામ લોકોને તમે ઓળખો છો ?

જયારે તમે ઓનલાઇન કશું કહી રહ્યા હોય ત્યારે તમારો ટોન પણ મહત્વનો છે. તમારો ટોન સકારાત્મક છે કે હકારાત્મક તે પણ મહત્વનું છે. બની શકે કે તમારી રાયનો અન્યના મગજ પર શું પ્રતિસાદ પડી શકે. આ બધુ માત્ર શબ્દો છે અને શબ્દોથી જ તમામ અસરો થાય છે. જયારે તમારો ટોન ગડબડ થાય છે ત્યારે પ્રતિસાદ પણ નકારાત્મક આવી શકે છે.

જો કે કોઇ ઇન્ડીવિડયુઅલના પોતાના વિચારથી ફેર નથી પડતો પણ તમારા સોશિયલ મીડીયા પર જો વધુ લોકોના એક સરખા નકારાત્મક પ્રતિસાદ થાય ત્યારે સાવચેતી રાખવી ઘણી વખત ખોટા સમાચારોથી પણ લોકો હેરાન થતા હોય છે માટે ઇન્ટરનલ બુલશી ડિરેકટર હોવું જોઇ આ એક એવી બેટરી છે છે જે હંમેશા ચાર્જ રહેવી જોઇએ માટે કોન્સન્ટ્રેટ કરો કે તમે સોશ્યલ મીડીયા પર શું કહી રહ્યા છો .

જે કહો છો તેની અસર શું થશે ! ઘણી વખત વિચારોના મતભેદથી સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે સોશિયલ મીડીયા જેટલું મહત્વનું સાધન છે તેટલા જ  તેના દુરુપયોગો પણ છે. સોશિયલ મીડીયા પરની તમારી પોસ્ટ, તમે શું બોલો છો શું કહો છો અને કઇ રીતે કહો છે. તમામ વસ્તુને લોકો જોઇ રહ્યા હોય છે. ત્યારે તેનાથી લોકોની પ્રાઇવસીના પ્રશ્ર્નો પણ આવતા હોય છે જેવી રીતે સીસીટીવી કેમેરા સુરક્ષાના ભાગરુપે સતત વોચ રાખે છે તેમ સોશિયલ મીડીયા પરના લોકો સતત તમને જોઇ રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.